લાઈફસ્ટાઇલ

તમારો સવાલ; ઉપવાસ કરવાથી શું ફાયદા થાય? તો જાણો અમારી પાસે પણ છે જડબાતોડ જવાબ…

(1) ઉપવાસનો દિવસ કેવી રીતે પસંદ કરવો તથા કઈ સાવધાની રાખવી જોઈએ..
એવો કોઈ દિવસ પસંદ કરો જે દિવસે તમે બહુ વ્યસ્ત ન હોવ . ઉપવાસવાળા દિવસે બહુ વધારે ફિઝિકલ એક્ટિવિટીથી બચવું . સામાન્ય યોગ અને વોક કરવું ઠીક રહેશે , પરંતુ દોડવું , વેઈટ લિફટીંગ અથવા બહુ વધારે તણાવપૂર્ણ કામ ન કરવું જોઈએ . આ કાર્યોમાં કેલેરીની વધારે જરૂર હોય છે , જેનાથી ભૂખ વધારે લાગે છે . શરીરને ભૂખ્યા રહેવાની આદત ન હોય તો વધારે થાક લાગે. તેવું શેડ્યુલ હશે તો ઉપવાસ દરમિયાન ચક્કર આવવાની શક્યતા રહે છે.

(2) તમે સ્વસ્થ છો… છતાં પણ ઉપવાસ કરવાથી આ ફાયદો થાય છે.
આપણું પાચનતંત્ર 24 કલાક કામ કરે છે , તેને પણ આરામની જરૂર હોય છે . ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ કરવાથી આપણા શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે , તે ડિટોક્સિફાઈ થઈ જાય છે . તે આપણા મગજની સાથે સાથે શરીરને પણ સમજાવે છે કે ક્યારે શરીરને સાચે ભૂખ લાગે છે અને ક્યારે માત્ર આપણા મગજમાં એવું ચાલ્યા કરે છે કે કંઈક ખાવું છે .


(3) વજન ઓછું કરવામાં પણ લાંબા સમય સુધી મદદગાર હોય છે . શરૂઆતમાં સવારે જલદી ઉઠીને બે ગ્લાસ ગરમ પાણી પીઓ , તેનાથી નિત્ય ક્રિયામાં પણ મદદ મળશે . એટલું યાદ રાખો કે આખા દિવસમાં માત્ર 10 થી 12 ગ્લાસ પાણી પીવાનું છે . જો બહુ જરૂરિયાત જણાય તો માત્ર બે ગ્લાસ ફ્રુટ જ્યુસ પી શકાય , તેને લેવાથી ડાઈજેશન સિસ્ટમને બ્રેક નહીં મળે..

(4) ઉપવાસ તોડતી વખતે બીજા દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
પહેલું ધ્યાન તો એ રાખવું કે ઉપવાસના બીજા દિવસે બહુ બધી વસ્તુઓ ખાઈને પેટ પર ભાર નાખવો જોઈએ નહીં . સવારે ખાલી પેટ એક ગ્લાસ લીંબુ પાણી મધ સાથે મેળવીને પી લેવું જોઈએ અથવા એક ગ્લાસ શાકભાજી કે ફળોનો જ્યુસ પી શકાય . આ સિવાય ફળો ખાઈ પણ શકાય .. પછી થોડા ટાઇમ બાદ ઘરે બનેલો નિયમિત આહાર લઈ શકાય .

(5) ઉપવાસના દિવસે કોઈની સાથે બહુ વધારે ચર્ચા કે બહેસ કરવાથી બચવું . તેનાથી તમે કારણ વગરના તણાવથી બચી શકશો . પહેલી વાર ઉપવાસ કરવાથી માથાનો દુખાવો , ચેન ન પડવું વગેરે જોવા મળે છે , પરંતુ જો બહુ વધારે થાક અને નબળાઈ લાગી રહી હોય તો ઉપવાસ છોડી દો . જ્યારે સારું લાગતું હોય ત્યારે જ ઉપવાસ કરવો જોઈએ .



Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + fourteen =

Back to top button
Close