ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળાના યુવાન કાર્યકરો દર પુરુષોત્તમ માસમાં ગાયોની કરે છે અનોખી સેવા

ભગવાન શ્રીકૃષ્ણને ખુબ પ્રીય એવી ગાયની સેવા કરતા ઓખા ગામમાં ઓખા કૃષ્ણ પાંજરાપોળ (ગૌશાળા) ના યુવાન કાર્યકરો દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસમાં ગાયોની અનોખી સેવા કરવામાં આવે છે. સામાન્યતા જમણમાં મીષ્ઠાન તરીકે રખાતા લાડુનું જમણ તેત્રીસ કરોડ દેવી દેવતાનો જેમા વાસ છે, તે ગૌમાતા ગૌવંશને શ્રાદ્ધ દરમિયાન દરરોજ આશરે ચારથી પાંચ હજાર જેટલા લાડુ જમાડી તેના દ્વારા ગૌ સેવાનું તેમજ પ્રભુ સેવાનો અનોખો સેવા યોગ્ય છેલ્લા ત્રણ દાયકા ઉપરાંત થી ચલાવવામાં આવે છે.
વ્રજમાં ગોકુળની પ્રેરણા મેળવી શરૂ કરાયેલા આ સેવા યોગ્ય અને સ્થાનીય સંસ્થાની ગાયોથી શરૂ કરવામાં આવ્યું હતું. જેની સફળતાથી પ્રેરાઇ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સેવા અપનાવાઈ છે. અને આજે ઓખા આસપાસના અનેક ગામડાઓમાં ગાયોને લાડુનું જમણ કરાવવામાં આવે છે.

આ વર્ષે પણ શ્રાદ્ધ માસમાં ઓખા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોની ગાયોને લાડુ ખવડાવવાનો સેવા યોગ્ય નો પ્રારંભ કર્યો છે. આ લાડુમાં ઘઉં, તેલ,ગોળ, ભુસ્સો તથા ગાયો માટે વિટામીન યુક્ત દવાઓ સાથે તૈયાર કરાવવામાં આવે છે. જેમાં ધૂળ ન લાગે તે માટે દર એક એક લાડુને કાગળમાં પેક કરી ગાયોને ખવડાવવામાં આવે છે. ઓખામાં ચાલતા આ અનોખા સેવા યજ્ઞમાં સ્થાનીય યુવાનો વર્ષોથી સ્વેચ્છાએ સેવા આપી ઘરે ઘરે આ સેવાયજ્ઞ ને પહોંચાડ્યો છે.