દેવભૂમિ દ્વારકા
દ્વારકા નજીક વિદેશી દારૂ સાથે જતો યુવાન ઝડપાયો 3.06 લાખનો મુદ્દામાલ કબજે

દ્વારકાથી આશરે 18 કિલોમીટર દૂર ચરકલા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી જી.જે. 24 એએ 3233 નંબરની સ્વિફ્ટ ડીઝાયર મોટરકારને સ્થાનિક પોલીસે અટકાવી, ચેકિંગ કરતાં આ કારમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી.

પોલીસે રૂપિયા ત્રણ લાખની મોટરકાર, રૂ. 775/- ની કિંમતનો વિદેશી દારૂ તથા રૂપિયા છ હજારની કિંમતના એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 3,06,775 નો મુદ્દામાલ કબજે કરી, પાટણ તાલુકાના સાવલી વાડો ખાતે રહેતા નૈતિક ગિરીશભાઈ પટેલ નામના 32 વર્ષના યુવાનની અટકાયત કરી, દ્વારકા પોલીસે તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.