ચેન્નઈ સુપર કિંગ્સની ડેડીઝ આર્મીને યુવા હૈદરાબાદે માત આપી

સનરાઇઝર્સ બીજીવાર ટાર્ગેટ ડિફેન્ડ કરીને જીત્યું, સીઝનમાં ચેન્નાઈની સતત ત્રીજી હાર
IPL ની 13મી સીઝનની 14મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપરકિંગ્સને 7 રને હરાવ્યું. હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરતા 165 રનનો ટાર્ગેટ આપ્યો. ચેન્નાઈ 5 વિકેટે 157 રન જ કરી શક્યું. તેમના માટે રવિન્દ્ર જાડેજાએ 50 અને મહેન્દ્રસિંહ ધોનીએ 47 રન કર્યા. હૈદરાબાદ IPLમાં બીજીવાર ચેન્નાઈ સામે ટાર્ગેટ ડિફેન્ડ કરતા મેચ જીત્યું. આ પહેલા 2015માં હૈદરાબાદે ચેન્નાઈને ટાર્ગેટ આપ્યા બાદ 22 રને મેચ જીતી હતી. યુવા બેટ્સમેન પ્રિયમ ગર્ગ જીતનો હીરો રહ્યો છે. ફાફ ડુ પ્લેસીસે 22 રન કર્યા.

મેચ અંગે ટ્વીટ કરતા ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે કહ્યું, ચેન્નઈની ટીમ બાઘબાન જેવું અનુભવી રહી હશે. અંડર-19ના છોકરાઓએ સિનિયર્સને ધોકાવ્યા. પ્રિયમ ગર્ગનું ભવિષ્ય ઉજ્જવળ લાગે છે. યંગસ્ટર્સ માટે ટૂર્નામેન્ટ સારી સાબિત થઈ રહી છે.