
ગઈ કાલે પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધળુંક એ પોરબંદર ન બરડા વિસ્તાર ની મુલાકાત લીધી ત્યારે મિયાણી અને ભાવપરા ગામ ની સર સીમની પણ મુલાકાત લીધી હતી અને આ વિસ્તાર ના પડતર પ્રશ્નનો ની પણ રજુઆત થઈ હતી તેમજ પાક નુકસાન અંગે ખેતરો નું નિરિક્ષણ કર્યું હતું

હાલ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે જેને લઈને ખેડૂતો ને રાતે પાણી એ રોવાનો વારો આવ્યો છે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી અને વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે

ત્યારે ગઈ કાલે પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક તેમજ બાબુભાઇ બોખીરીયા સહિત ના આગેવાનો બરડા પંથકની મુલાકાતે આવ્યા હતા ત્યારે બરડા પંથકના ગામો માં ફરી અને પાકનુક્સાન અંગે નિરીક્ષણ કર્યું હતું ત્યારે બરડા પંથક ના મિયાણી અને ભાવપરા ગામની સર સિમ વિસ્તારમાં અંદાજિત 3000 વીઘા આસપાસ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે

અને ઉપરવાસના સાની સોરઠી વર્તુ સહિતના પાણી આવવાના લીધે પાકનુક્સાન થયું છે જેને લઈને પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમજ આ વિસ્તારના ના ખેડૂતો નો વર્ષો જૂનો પ્રશ્ન નિજોર કેનાલ ના પ્રશ્ન ની પણ રજૂઆત કરી હતી જો નિજોર કેનાલ બનાવામાં આવે તો પાણી ભરવાનો પ્રશ્ન હલ થાય તેવી અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમજ પાક નુકશાન અને સર્વે કરી અને તાત્કાલીક વળતર ચૂકવવા મંગ કરી હતી. ત્યારે આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશ ભાઈ ધડુક બાબુભાઇ બોખીરીયા આવડાભાઈ ઓડેદરા ભૂરાભાઈ કેશવાલા વિક્રમભાઈ સહતીના આગેવાની ઉપસ્થિત રહ્યા હતા
રામ મોઢવાડીયા