વાહ શું વાત છે…. કોરોના સંક્રમણ હેલ્થ કાર્ડ કઢાવવા માટે કોરોના ગાઈડલાઇનના જ ધજાગરા….

- દ્વારકા મા મેડિકલ તંત્ર ની લાપરવાહી આવી સામે
- કોરોના ટેસ્ટ માટે લાંબી લાઈનો, સોશિયલ ડિસ્ટન્સિંગના ઊડ્યાં ધજાગરા
દ્વારકાના દરેક વેપારીઓ એ કોરોના હેલ્થ કાર્ડ કઢાવવું જરૂરી છે આ નવા નિયમને અનુલક્ષીને હેલ્થ કાર્ડ સેન્ટર પર આજે વેપારીઓનો જમાવડો જોવા મળ્યો. દ્વારકા શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે દરેક વેપારીએ હેલ્થ કાર્ડ કઢાવવું જરૂરી છે અને દર 15 દિવસે એ હેલ્યહકાર્ડને રિન્યૂ કરાવવાના તંત્રના આ નવા નિયમને લોકો ફોલો કરી રહ્યા છે.

એવામાં હેલ્થ કાર્ડ કઢાવવાના સેન્ટર પર લોકોની કોરોના ટેસ્ટ માટેની લાંબી લાઈનો જોવા મળી છે. અર્ધ જાગેલ નાગરિકો અને તંત્ર એ કોરોનાની ગાઈડલાઇનનું ધ્યાન રાખ્યા વિના નજીક નજીક ઊભા રહીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા.
કોરોના સંક્રમણને લઈને તંત્ર અને દ્વારકાની જનતા બંને લાપરવાહી જતાવી રહ્યા છે. દંડથી બચવા માટે દ્વારકાની જનતા હેલ્થ કાર્ડ કઢાવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને ફરજ નિભાવવાનો દેખાડો કરવા માટે તંત્ર કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
શરીરનું તાપમાન અને ઑક્સીજન લેવલ સરખી રીતે માપ્યા વિના જ અધિકારીઓએ આંખો બંધ કરીને વેપારીઓમાં હેલ્થ કાર્ડનું વિતરણ કરી રહ્યા છે તેવી ખબર પણ સામે આવી છે.