
- આજકાલ માર્કેટમાં બે જ મુદ્દાઓ ગરમ છે એક કંગના અને બીજો રીયા અને સુશાંત
- ગુજરાતી બાકી ગુજરાતી, સમર્થનમાં પણ વેપારી મગજથી
બોલિવુડની ક્વિન કંગના આજકલ ખૂબ જ ચર્ચિત વિષયોમાંથી એક છે , લોકો બસ કંગના અને તેની ઓફિસ વિષે વાત કરવામાં આટલા મશગુલ છે કે એમને બીજી કાશી સમસ્યાઑ નજરે નથી ચઢતી. એવામાં આખો દેશ આજે કંગનાને સમર્થન કરવાની વાતો કરી રહી છે. તો આવી વાતોમાં આપણે ગુજરાતીઓ પાછળ કેમ હટી શકીએ?

મહારાષ્ટ્ર સરકાર અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે સુરતના એક વેપારીએ અનોખી રીતે કંગનાનું સમર્થન કર્યું છે.મહારાષ્ટ સરકાર સામે ભીડી જનાર આ અભિનેત્રીના મકાન સાથે ઓફિસ તંત્ર દ્વારા તોડી નાખવામાં આવી છે. ત્યારે સુરતના કાપડ વેપારી કંગના રનૌતને અલગ રીતે ટેકો આપી રહ્યા છે.

સુરતના યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા આલિયા ફેબ્રિક્સના ઉદ્યોગપતિ છોટુભાઇ અને રજત ડાવરે કંગનાની પ્રિન્ટેડ ફેન્સી શુદ્ધ ક્રેપ સાડી લોન્ચ કરી છે. તેમનો ધંધો મુંબઇ, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ વગેરે કાપડની મંડીઓમાં વ્યાપક છે. તાજેતરમાં, જ્યારે દેશભરમાં ‘બહિષ્કાર ચાઇના’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તેઓએ પણ તેમાં ભાગ લીધો હતો.

સાડીના પાલવ પર કંગનાની મણિકર્ણિકાના રૂપમાં તસવીર જોવા મળી રહી છે. તો સાથે સાડી પર “I Support Kangana Ranaut” લખવામાં આવ્યું છે.ભૂતકાળમાં, નરેન્દ્ર મોદી અને સુરતમાં બનેલી પ્રિયંકા ગાંધીની છપાયેલી સાડીઓ પણ છપાઈ યેલી હતી. તે જ સમયે, અહીંના કાપડના વેપારીઓ દેશભરમાં તેમના ગ્રાહકોને તેમની સાડીઓ અને ડ્રેસ મટિરિયલના પેકિંગ પર છપાયેલા ‘સ્વચ્છતા મિશન’, ‘કોરોના જાગૃતિ અભિયાન’ જેવા લોક જાગૃતિના સંદેશાઓ મોકલીને ફાળો આપી રહ્યા છે.

મહિલા વર્ગમાં કંગનાનું સમર્થન વધી રહ્યું છે અને તેથી એમને અત્યારે આવી ડીજાઈન વાળી સાડી બનાવવાનું નક્કી કર્યું છે. ગ્રાહકો પાસેથી WhatsApp અને સોશિયલ મીડિયા દ્વારા ઓર્ડર મેળવવાનું શરૂ કર્યું છે.