
ધીરે ધીરે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે. એવામાં ગુજરાતીઓ માટે ગર્વ કરી શકાય એવી ન્યૂજ સામે આવી છે. સુપર હિટ ફિલ્મ ‘રેવા’થી ઘરેઘરમાં જાણીતી થઇ એવી ગુજરાતીએક્ટ્રેસ મોનલ ગજ્જરની ‘બિગ બોસ તેલુગુ’માં એન્ટ્રી થઈ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવનારી મોનલ ગજ્જર બિગ બોસ તેલુગુનો ભાગ બની છે.

ગુજરાતી ફિલ્મ રેવા ને ગુજરાતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મોનલએ ઘણી તેલુગુ ફિલ્મ પણ કરી છે અને સાથે જ ગુજરાતી અને તેલુગુ બંને ભાષા ખૂબ સારી રીતે બોલી શકે છે. બિગ બોસનાં ઘરમાં એન્ટર કરનારી મોનલ સૌથી પહેલી સેલિબ્રિટી હતી.ઘરમાં એન્ટ્રી કરતાં પહેલાં તેણે શોનાં હોસ્ટ નાગાર્જૂન સાથે વાતો કરી હતી.

શો ના હોસ્ટ નાગાર્જુન સાથે વાત કરતાં મોનલ એ તેના પિતા વિશે પણ થોડી વાતો જણાવી હતી અને એ વાતો કરતાં કરતાં તેમની આંખોમાં પાણી આવી ગયા હતા . જ્યારે તેના પિતા આ દુનિયા છોડીને ગયા હતા એ ક્ષણને યાદ કરી મોનલ ભાવુક થઈ ગઈ હતી.

મોનલએ તેની પહેલી સેલેરી વિશે જણાવતા કહ્યું હતું કે તેને તેના પહેલા કામ માટે ૪૦૦૦ રૂપિયા મળ્યા હતા. માં તેની માતાએ તેને 1000 બચાવવાની સલાહ આપી હતી.