વાહ અમદાવાદીઓ વાહ- માસ્ક ન પહેરવાવાળા લોકોના શહેરમાં અમદાવાદએ મેળવ્યો પ્રથમ ક્રમાંક

કોરોના ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં કહેર મચાવતો જાય છે. લોકડાઉનની પ્રક્રિયા પૂરી કરીને આર્થિક રીતે દેશને સબળો બનાવવા માટે હવે અનલોકની પ્રક્રિયા સરકારે શરૂ કરી છે. એવામાં કોરોનાથી બચવા માટે ફરજીયાત માસ્ક (Mask)પહેરવાના આદેશ આપવામાં આવ્યો છે. પણ લોકો જાણે સમજવા જ માંગતા જ નથી. ખાસ કરીને અમદાવાદમાં લોકો માસ્કવિના આરામથી ફરે છે. કોરોનાં વાયરસનાં કારણે અમદાવાદમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં માસ્ક વગર જાહેરમાં નીકળનાર વ્યક્તિની પાસેથી પોલીસે પહેલા 500 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો અને હવે એક હજાર રૂપિયાનો દંડ વસૂલે છે. આ કારણે શહેરમાં માસ્ક વિના નીકળતા શહેરીજનો અને પોલીસ વચ્ચે દંડ બાબતે ઘર્ષણના પણ કિસ્સા સામે આવી રહ્યા છે.

માસ્ક વગર નીકળતા લોકો સામે પોલીસે અનેક મહિનાઓથી લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં 1.76 લાખ લોકોને દંડ ફટકાર્યો છે. કુલ 4.67 કરોડથી વધુ દંડની રકમ વસૂલવામાં આવી છતાંય લોકો સુધરવાનું નામ નથી લેતા.માસ્ક નહીં પહેરવાના કેસોમા 600% વધારો નોંધાયો છે.અમદાવાદ શહેરમાં કોરોના ફરીથી માથું ઊંચકી રહ્યો છે. શહેરમાં કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.માસ્ક નહીં પહેરનાર લોકો વિરૂદ્ધ પોલીસ એકશન મોડમાં આવી છે