વિશ્વ બેન્ક: કોરોના મહામારીને કારણે 15 કરોડ લોકો ગરીબીમાં ધકેલાશે, વિશ્વ વેપાર સંગઠનના મતે 9.2% વેપાર ઘટશે..

વિશ્વને મંદીમાંથી સંપૂર્ણપણે બહાર આવતાં લાંબો સમય લાગશે, વિશ્વ બેન્કે જણાવ્યું હતું કે 2021 સુધીમાં કોરોના મહામારીને કારણે દુનિયામાં 150 મિલિયન લોકો દારૂણ ગરીબીમાં ધકેલાઇ જશે. કોરોના મહામારી બાદ દેશોએ અલગ પ્રકારની ઇકોનોમી માટે તૈયાર રહેવું પડશે. જેમાં લેબર, કેપિટલ, કૌશલ્ય અને નવીનતાને નવા બિઝનેસ અને ક્ષેત્રો ભણી વળવા દેવા પડશે.
આ વર્ષે વેપારમાં 9.2 ટકાનો ઘટાડો જોવાશે. જે એપ્રિલમાં 12.9 ટકા અંદાજવામાં આવ્યો હતો તેના કરતાં ઓછો છે પણ 2021માં અગાઉ વેપારમાં 21.3 ટકાનો ઉછાળો અંદાજવામાં આવ્યો હતો તેની સામે હવે વિશ્વના વેપારમાં 7.2 ટકાનો જ વધારો જોવા મળશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો દુનિયામાં કોરોના મહામારી ન ફેલાઇ હોત તો 2020માં ગરીબીનો દર 7.9 ટકા ઘટયો હોત.
યુએસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા સ્ટીમ્યુલસ પેકેજ માટે ડેમોક્રેટિક નેતાઓ સાથે વાટાઘાટો અટકાવી દીધી છે. ડેમોક્રેટસે 2.2 ટ્રિલિયનનું પેકેજ રજૂ કર્યું હતું પણ રિપબ્લિકનો માત્ર 1.6 ટ્રિલિયન ડોલરનું જ પેકેજ મંજૂર કરવા તૈયાર છે.મહામારી અને વૈશ્વીક મંદીને કારણે દુનિયાની 1.4 ટકા વસ્તીને દારૂણ ગરીબીનો અનુભવ કરવો પડશે તેમ વિશ્વ બેન્ક ગુ્રપના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યું હતું.કોરોના મહામારી 115 મિલિયન લોકોમાંથી 88 મિલિયન લોકોને આ વર્ષે જ અત્યંત ગરીબીમાં ધકેલી દેશે. 2021 સુધીમાં આ આંકડો વધીને 150 મિલિયન થશે. જેનો આધાર આથક પ્રવૃત્તિઓના સંકોચન પર રહેલો છે.