
પોરબંદર નજીક આવેલ ટોલ ટેક્સ ને લઈને કુછડી અને કાંટેલા ગામના લોકો આજે ટોલ ટેક્સ ખાતે જઇ અને આ બે ગામને ફ્રી માં પાસ કાઢી આપવામાં આવે તેવી માંગ કરી હતી આ તકે બીજેપી ના અગ્રણી ભૂરાભાઈ કેશવાલા ને સાથે રાખી અને આ બને ગ્રામ જનો એ રજુઆત કરી હતી આગામી દિવસો માં જો માંગ નહિ સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલન ની પણ ચીમિકી આપવામાં આવી હતી.
હાલ પોરબંદર દ્વારકા નૅશનલ હાઈવે નું કામ મોટા ભાગ નું પૂર્ણતાને આરે છે ત્યારે પોરબંદર થી 7 કિમી આવેલ કુછડી નજીક ટોલ નાકુ ઉભું કરવામાં આવ્યું છે જે ટોલ નાકા ને લઈને હાલ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આ ટોળનાકાનો ભાવ સામાન્ય માણસોને પરવડે તેમ નથી તેમજ પાસ સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે આજ રોજ કુછડી અને કાંટેલા ગ્રામ જનો એ બીજેપી ના અગ્રણી ભૂરાભાઈ કેશવાલા ને સાથે રાખી અને આજ રોજ બંને ગામના લોકો મોટી સંખ્યામાં કુછડી ટોલ નાકા એ એકત્રિત થઈ અને રજુઆત કરવામાં આવી હતી કે કુછડી અને કાંટેલા ગામની આ બંને ગામની સિમ પરજ ટોળનાકુ ઉભુકારવામાં આવ્યું છે જેથી બને ગામના ખેડૂતો ને દિવસ દરમિયાન અવારનવાર વાહનો લઈને પસાર થવું પડે છે ત્યારે ટોલનાકા નો પાસ આપવામાં આવે તેવી રજૂઆતો આજ રોજ કુછડી ટોલ નાકા ના અધિકારી ઓ ને કરવામાં આવી હતી અને જો આ રજુઆત નહિ સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવેશે તેવું પણ જણાવ્યું હતું
બાઈટ ભૂરાભાઈ કેશવાલા ( બીજેપી આગ્રણી)
તો બીજી તરફ ટોલનાકા ની આસપાસ ના ગામડા ઓના લોકો ને પાસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અહીંના આસપાસ ના ગ્રામિય ના લોકો ને અવારનવાર પોરબંદર ખાતે કામ અર્થે જેવું પડે છે જે થી આ મોંઘુ ટોલનાકુ પોસાય તેમ નથી જેવી એનેક રજૂઆતો કરવામાં આવી હતી
રામ મોઢવાડીયા