અધીક માસમાં જગતમંદિરે શ્રધ્ધાળુઓની પાંખી હાજરી….

આજથી પરષોત્તમ માસની શુભ શરૂઆત થઈ છે. ત્યારે દ્વારકાના જગત મંદિર પર શ્રધ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. આ પરષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવતો હોય છે. અને આ માસમાં દાન, પુણ્ય તથા સેવાપૂજાનું ખાસ્સુ મહત્વ હોય છે. વર્ષ દરમિયાન જે ઉત્સવો ઉજવવામાં આવે છે, તે તમામ ઉત્સવો તેની તિથિ મુજબ આ મહિના દરમિયાન ઉજવવામાં આવે છે. આ તમામ ઉત્સવો ખુબ ધામધૂમથી ઉજવાતા હોય છે, પરંતુ હાલ કોરોના મહામારીના કારણે આ તમામ ઉત્સવો ફીકા ફીકા લાગી રહ્યા છે. આજના દિવસે જગતમંદિરના પટાંગણમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે, ત્યા આજ પટાંગણ સુનુ સુનુ માનવહિત લાગી રહ્યું છે.

આજના દિવસે ગોમતીધાટ પર લોકો સ્નાન કરવા આવતા હોય છે. પણ આજ ગોમતીધાટ પર એકલ દોકલ સ્થાનિક જોવા મલ્યુ હતું. આજે અહી ગોમતીધાટ પર કાઠપૂજા કરવામાં આવે છે પરંતુ કોરોનાના ભયથી લોકો આ પૂજા ધરે કરાવી રહ્યા છે.
