સ્પોર્ટ્સ

IPL 2022: શું રાશિદ ખાન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ ને અલવિદા કહી દેશે?

IPL 2022માં 2 નવી ટીમ જોડાવવાથી ફેન્સને ખેલાડીઓની મેગા હરાજી જોવા મળશે જેનો તેમને આતુરતાથી ઈંતેજાર છે. બીસીસીઆઈએ ખેલાડીઓને રિટેન કરવા સાથે જોડાયેલ નિયમ જાહેર કરી દીધા છે જે અંતર્ગત તેમમે 30 નવેમ્બર સુધી પોતાની ટીમથી રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જમા કરાવવાની છે. એવામાં કઈ ટીમ કયા ખેલાડીને રિટેન કરશે તે જાણવા ફેન્સ આતુર છે.

બીસીસીઆઈ તરફથી રિટેન કરાયેલા નિયમો મુજબ તમામ ટીમો મહત્તમ 4 ખેલાડીઓ રિટેન કરી શકે છે જેમાં વધુમાં વધુ 2 વિદેશી ખેલાડી સામેલ થઈ શકે છે. જ્યારે આઈપીએલમાં પહેલીવાર જોડાઈ રહેલ લખનઉ અને અમદાવાદની ટીમો નૉન રિટેન ખેલાડીઓની યાદીમાંથી જ 3 પ્લેયર્સને પોતાના ખેમામાં જોડી શકે છે, જેમાં મહત્તમ એક વિદેશી ખેલાડી સામેલ થઈ શકે છે. જેને જોતાં ખેલ જગતના કેટલાય દિગ્ગજો કઈ ટીમ કયા ખેલાડીઓને રિટેન કરશે તેની ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે.

આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઑલરાઉન્ડર ખેલાડી ઈરફાન પઠાણ પણ સામેલ થઈ ગયા છે, જેમણે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને લઈ ભવિષ્યવાણી કરી છે અને જણાવ્યું છે કે ફ્રેંચાઈઝી કયા 4 ખેલાડીઓ સાથે જઈ શકે છે. ઈરફાન પઠાણ મુજબ હૈદરાબાદની ટીમ 2 અનકૈપ્ડ ભારતીય ખેલાડીઓને રિટેન કરવા તરફ જઈ શકે છે. ઈરફાન પઠાને અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રિટેન કરનાર કેલાડીઓની યાદીમાં રાખ્યા છે.

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં ઈરફાન પઠાને કહ્યું, ‘ભુવનેશ્વર કુમાર ટીમ સાથે છે પરંતુ તે સારી બોલિંગ નથી કરી શકતા, હૈદરાબાદ પાસે ખલીલ અહમદ અને ટી નટરાજન પણ છે પરંતુ આ ટીમ લગભગ ભવિષ્યમાં રોકાણ કરવા તરફ જોશે અને તમે કદાચ ટીમમાં ઉમરાન મલિક અને અબ્દુલ સમદને રિટેન કરતાં જોશો. તેમણે આવું કરવું જોઈએ, સમદનીમ મેચને ફિનિશ કરવાની ક્ષમતા છે જે ભવિષ્યમાં ભારતીય ટીમ માટે છઠ્ઠા અથવા સાતમા નંબરના બેટ્સમેન પણ બની શકે છે. જો કે હવે તેમણે ઘરેલૂ ક્રિકેટમાં પોતાની ટીમને જીતાડવી શરૂ કરવું પડશે..

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + thirteen =

Back to top button
Close