
પાકિસ્તાન છેલ્લા 12 વર્ષથી મધ દરિયે માછીમારોને પરેશાન કરી માછીમારો અને બોટોનું અપરહણ કરે છે.પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા માછીમારોની સાથે બોટને પણ પાકિસ્તાનના બંદર પર લઈ જવામાં આવે છે અને સમયાંતરે માછીમારોને મુક્ત કરવામાં આવે છે. પરંતુ બોટને છોડવામાં આવતી નથી.હાલ પાકસ્તાનની નાપાક હરકતને લઈને ગુજરાતનાં અબજો રુપિયાનું હુડિયામણ પાકિસ્તાને બ્લોક કર્યું છે.
બુધવારના દિવસે બોટ સાથે માછીમારોના અપહરણ કરાયા બાદ શુક્રવારના દિવસે પણ વધુ દસ બોટ અને 56 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનું બોટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું.લાખો રૂપિયાની કિંમતની બોટ અને માછીમારોના અપહરણ કરાતાં બોટ માલિકો સહિત સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ દ્વારા માછીમારોની સાથો સાથ બોટને છોડવામાં આવે તેવી સરકારસામે રજૂઆત કરી છે.
દરિયાઈ પ્રદુષણના કારણે નજીકમાં માછલીઓ મળતી નથી જેથી માછીમારોને દુર સુધી ફિશિંગમાં જવું પડે છે.એવામાં પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા માછીમારોના બંદૂકના નાળશે અપહરણ કરવાનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.