કોણ કરવા માંગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા? NIAએ કર્યો સનસનાટીપૂર્ણ ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. પીએમ મોદીની હત્યાના કાવતરા ઘડાઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. પીએમ મોદી હાલ આતંકવાદીઓના હિટલિસ્ટમાં છે. દેશની એજન્સીઓ પીએમ મોદીને લઈટે સૌથી વધારે સક્રિય છે. દેશમાં અત્યારસુધીના તમામ વડાપ્રધાનોમાં પીએમમાં મોદી માથે મોતનું જોખમ વધારે છે.
મોદીએ જમ્મુ-કાશ્મીર, રામ મંદિર, CAA, NRC સહિતના લીધેલા આકરા નિર્ણયો બાદ તેમના જીવને જોખમ વધી ગયું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને કેટલાક ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઈ છે.
NIAને હાથ લાગેલા આ ઈમેઈલમાં ફક્ત ૩ શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, Kill Narendra Modi મીડિયા રિપોર્ટ મુજબ તેને લઈને NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અલર્ટ કરી દીધુ છે. પત્ર લખીને તેના વિશે જાણકારી પણ આપી દીધી છે. ત્યારબાદ ગૃહ મંત્રાલયે SPGને આ જાણકારી આપી છે. ની સુરક્ષાની જવાબદારી SPGના માથે હોય છે.
ઈમેઈલના ક્ધટેન્ટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મીડિયારિપોર્ટ મુજબ NIAએ એક પત્ર લખીને પીએમ મોદીની હત્યાની ધમકીવાળા ઈમેઈલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પોતાના પત્રમાં લખ્યું છે કે NIAઅને એક E-mail I’d મળ્યું છે જેમાં કેટલાક ગણમાન્ય લોકોની હત્યાની વાત કરાઈ છે. E-mail માં રહેલા ક્ધટેન્ટ તેની પુષ્ટી કરે છે. અત્રે જણાવવાનું કે NIAએ પોતાના પત્ર સાથે E-mailની કોપી પણ જોડી છે. ગૃહ મંત્રાલયને NIAએ આ અંગે યોગ્ય કાર્યવાહી માટે ભલામણ પણ કરી છે.
સુરક્ષા એજન્સીઓ સતર્ક
આ મેઈલ ગત ૮ ઓગસ્ટના રોજ મોકલવામાં આવ્યો હતો. જેનાથી પ્રધાનમંત્રીના જીવન પર સીધુ જોખમ હોવાની વાત સામે આવી છે. જેને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ જોખમ જોતા પીએમની સુરક્ષા વધુ કડક કરી દેવાઈ છે.