દ્વારકામાં સોશ્યલ ડીસ્ટન્સની અમલવારી કરાવવાની જવાબદારી કોની ?

કોરોના મહામારીના છ માસ દરમ્યાન લોકડાઉન-મંદિર બંધ મંદિર પુનઃ સોશ્યલ ડીસ્ટન્સ તેમજ માસ્ક અને સેનીટાઇઝર વગેરે સાથે ખુલવું જેવા બનાવો બન્યા બાદ મંદિર પુનઃ શરૂ થયું ત્યારે શરૂઆતમાં તમામ નિયમોની ચુસ્તતાથી અમલવારી કરાવાયા બાદ હાલની પરિસ્થિતિ જોતા જાહેરનામા છતાં પણ સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમોની અમલવારી કરાવવાની જવાબદારીમાં પોલીસ વામણી સાબિત થઇ રહી હોય તેવું જણાતાં દ્વારકા આવતા ભાવિકોનું તેમજ સંભવિત કોરોના સ્પ્રેડર્સને લીધે દ્વારકાવાસીઓના જાહેર આરોગ્યને પણ ગંભીર ખતરો ઉભો થયો છે. જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેકટરને પણ ઘનરાજભાઇઅ ેસુચિત કર્યા હોય જગતમંદિરમાં કોરોના સંદર્ભેના નિયમોની કડક અને સતત અમલદવારી થાય તે અપેક્ષિત છે.ગઇ કાલે યાત્રાધામ દ્વારકામાં અધિક માસની પુનમના યાત્રીકોની ભારે ભીડ જોવા મળી હોય જેમાં સોશ્યલ ડીસ્ટન્સના સદંતર અભાવનો વીડીયો વાયરલ બનતા જગતમંદિર દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ વીડીયો સાથે ટ્વીટ કરી ભાવિકોને સોશ્યલ ડીસ્ટન્સની અમલવારી કરવા જણાવ્યું હતું.
હાલમાં ચાલતા અધિક માસમાં ગઇકાલે અધિક પૂર્ણિમાંના રોજ દ્વારકાધીશ મંદિરના છપ્પન સીડી તરફના સ્વર્ગ દ્વાર પાસે ભાવિકોની વ્યાપક ભીડ જોવા મળી હોય હાલના કોરોના મહામારીના સમયમાં આવી ભીડભાડવાળો વીડીયો વાયરલ બનતાં દ્વારાધીશ જગતમંદિર દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ પરિમલ નથવાણીએ વીડીયો સાથેનું ટ્વીટ કરી દ્વારકા આવતા તમામ ભાવિકોને અપીલ કરી જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઇ રહી છે. આ પરિસ્થિતિમાં સોશ્યલ ડીસ્ટન્સ ખૂબ જ જરૂરી હોય યાત્રીકોને પોતાની સલામતી માટે સોશ્યલ ડીસ્ટન્સનું કડકાઇથી પાલન કરી આ રીતે ભીડ ન કરવા જણાવ્યું હતું.
આ ટ્વીટ વડે તેમણે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી સહિત સબંધીત વિભાગને જાણ કરી હતી.