WHOએ આપી ખાતરી: આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે COVID-19ના વેકસીન

WHOના મહાનિદેશકે તમામ નેતાઓને એકજૂથતા અને રાજકીય પ્રતિબદ્ઘતાનું આહ્વાન કર્યું કે તેઓ વેકસીન ઉપલબ્ધ થતાં તેનું સમાન વિતરણ સુનિશ્ચિત કરે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે મંગળવારે કહ્યું કે કોવિડ-૧૯ ની વિરુદ્ઘ એક વેકસીન વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે. સંગઠને જોકે તેની પર વિસ્તારથી કોઈ જાણકારી નથી આપી. WHOના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ગ્રેબિયેસુસ એ તમામ નેતાઓને એકજૂથતા અને રાજકીય પ્રતિબદ્ઘતાનું આહ્વાન કર્યું કે તેઓ વેકસીન ઉપલબ્ધ થતાં તેનું સમાન વિતરણ સુનિશ્યિત કરે. ટેડ્રોસે WHOની કાર્યકારી બોર્ડની બેઠકમાં આ ટિપ્પણી કરી. આ બેઠક મહામારી માટે વૈશ્વિક પ્રતિક્રિયાની તપાસ માટે આયોજિત કરવામાં આવી હતી
યૂરોપિયન સંઘના સ્વાસ્થ્ય નિયામકે અમેરિકાની ડ્રગમેકર ફાઇઝર અને જર્મનીની બાયોએનટેક દ્વારા વિકસિત એક કોવિડ-૧૯ વેકસીનની રિયલ ટાઇમ રિવ્યૂની શરૂઆત કરી છે, આ જાહેરાત મંગળવારે પ્રતિદ્વંદી એસ્ટ્રજેનાના જૈબ માટે આવા જ પ્રકારની જાહેરાત બાદ કરવામાં આવી. યૂરોપિયન મેડિસિન એજન્સી (ઈએમએ) દ્વારા જાહેરાતથી બ્લોકમાં એક સફળ વેકસીનને મંજૂરી આપવાની પ્રક્રિયામાં ઝડપી આવી શકે છે.
૯ વેકસીન પાઇપલાઇનમાં – WHOની આગેવાનીવાળી કોવેકસ ગ્લોબલ વેકસીન સુવિધાની ૯ પ્રાયોગિક વેકસીન પાઇપલાઇનમાં છે, જેનો ઉદ્દેશ્ય ૨૦૨૧ના અંત સુધી ૨ બિલિયન ડોઝ વિતરિત કરવાનો છે. અત્યાર સુધી ૧૬૮ દેશ કોવેકસ સુવિધામાં સામેલ થઈ ચૂકયા છે, પરંતુ ન તો તેમાં ચીન, ન અમેરિકા અને ન તો રશિયા સામેલ છે. ટ્રમ્પ પ્રશાસને કહ્યું છે કે આ વેકસીન નિર્માતાઓ પાસેથી આપૂર્તિને સુરક્ષિત રાખવા માટે દ્વિપક્ષીય સોદા પર નિર્ભર છે.
WHOના પ્રમુખે કહ્યું કે, વિશેષ રૂપથી વેકસીન અને અન્ય ઉત્પાદો જે પાઇપલાઇનમાં છે, તેના માટે આપણા નેતાઓથી રાજકીય પ્રતિબદ્ઘતા છે, વિશેષ રૂપથી વેકસીનના સમાન વિતરણમાં સૌથી અગત્યનું ઉપકરણ છે. તેઓએ કહ્યું કે, આપણે એક-બીજાની જરૂર છે, આપણે એકજૂથતાની જરૂર છે અને આપણે વાયરસથી લડવા માટે તમામ ઉર્જાનો ઉપયોગ કરવાની જરૂર છે.
દસમાંથી એક વ્યકિત કોરોના પોઝિટિવ – આ પહેલા WHOના ઇમરજન્સી સેવાઓના પ્રમુખે કહ્યું હતું કે વિશ્વભરમાં પ્રત્યેક દસમાંથી એક વ્યકિત કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. કોવિડ-૧૯ પર સોમવારે મળેલી કાર્યકારી બેઠકમાં ડો. માઇકલ રાયને કહ્યું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંખ્યામાં પરિવર્તન હોઈ શકે છે પરંતુ અંતે તેનો અર્થ એ છે કે વિશ્વની મોટી વસ્તી ખતરામાં છે.
વિશેષજ્ઞ પહેલાથી જ કહેતા રહ્યા છે કે સંક્રમણના જેટલા કેસની સંખ્યા દર્શાવવામાં આવી રહી છે, વાસ્તવમાં તેનાથી વધુ લોકો સંક્રમણનો શિકાર છે.