
લાગે છે લોકો હવે કોરોનાથી કંટાળ્યા છે. એટલા માટે જ હરવાફરવા ઘરની બહાર નીકળી પડે છે. રવિવાર હોય અને તેની સાંજે ગુજરાતીઓ જો બહાર નીકળીને ડિનર કરવા ન જાય તો એમને ખાવાનું પાચન ન થાય. લોકડાઉનને કારણે આટલા દિવસ લોકો ઘરમાં બેસી રહ્યા પણ હવે જેમ જેમ આર્થિક પરિસ્થિતિ નોર્મલ બનાવવા માટે સરકારે અનલોકની પ્રક્રિયા શરૂ કરી છે એમ એમ લોકો ઘરની બહાર કામ સિવાય મોજ-શોખ માટે નીકળવા લાગ્યા છે.

ગુજરાતમાં જ્યાં દરરોજના ૧૩૦૦ થી વધુ કેસ આવી રહ્યા છે ત્યાં આ કોરોના વધુ જોર પકડે એવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે. ગઈ કાલે અમદાવાદના પોશ એરિયામાં આવેલ એક ફૂડ કોર્ટ પર લોકોનો જમાવડો લાગ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સનો મજાક બનાવવાની સાથે સાથે લોકો માસ્ક વિના ભીડ એકઠી કરીને ઊભા હતા.

આ બાજુ ફૂડકોર્ટમાં કામ કરતાં લોકોએ પણ પોતાનો ધંધો વધારવામાં જ ધ્યાન આપ્યું હતું. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ટોળાંમાં બેઠા હતા. હવે જેમ જેમ અનલોકની પ્રક્રિયા વધશે તેમ તેમ રજાના દિવસોમાં લોકોની આવી જગ્યા પર ભીડ વધશે આ બાબત ઉપર કોર્પોરેશનએ ધ્યાન દોરવું જોઈએ.