ક્રાઇમગુજરાતટ્રેડિંગ

બાતમી મળતા પોલીસ દ્રારા આવતા વાહન ચેક કરતા દરમિયાન મળી આવ્યું કઈક એવું કે પોલીસ પણ જોતી રહી ગઈ….

અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પર બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે એક અશોક લેલેન્ડ કન્ટેનર નંબર UP-78-FN-1554 ટ્રક આવે છે તેમાં ડ્રાઇવર તેની સીટની પાછળ ગેર કાયદેસર બંદુક સંતાડીને આવે છે.

તેથી પોલીસ દ્રારા ગોધરા તરફ થી આવતા વાહન ચેક કરતા હતા દરમ્યાન બાતમી વર્ણન વાળું એક અશોક લેલેન્ડ કન્ટેનર નંબર UP-78-FN-1554 નામઠામ પુછતા તેણે પોતાનું નામ લોકેન્દ્ર નર્મદાપ્રસાદ અવસ્થી રહે. મહુ, શાંતિનગર મ.નં.૨૬૦ તા.મહુ જી. ઇન્દોર (મધ્યપ્રદેશ) તો ના હોવાનું જણાવેલ તેની અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી એક કાળા કલરનો માઇક્રોમેક્ષ મોબાઇલ ફોન કિ. રૂ.૧૦૦૦/- તથા જુદા જુદા દરની ચલણી નોટો ૧૭૦૦/- ની મળી આવેલ હતી અને સદર ડ્રાઈવર સાથે રાખી પંચો સાથે રાખી રૂબરૂ સદર કન્ટેનર ગાડી નુ કેબીન ચેક કરતા ડ્રાઇવર સીટની પાછળ એક કપડામાં વીંટાળી સંતાડી એક ભારતીય દેશી બનાવટની રિવોલ્વર મળી આવેલ. જેની કિ.રૂ.૫૦૦૦/-ની ગ ણી શકાય.તે લોખંડની રીવોલ્વર લાયસન્સ માગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ અને કન્ટેનર માં ચેક કરતા બીજી કોઇ ગુના હિત ચીજવસ્તુ મળી આવેલ ન હતી.

તે લોખંડની રીવોલ્વર ઉપરાંત ગાડી નંબર UP-78-FN-1554 ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ ૧૦૦૭૭૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી ને સેવાલિયા પોલીસ આગળ ની તપાસ હાથ ધરી છે
KUNJAN PATANVADIYA

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 1 =

Back to top button
Close