કોરોનાની વેક્સિન મળે કે નહીં પણ દારૂ જરૂરથી મળવું જોઈએ- દ્વારકામાં ૪૦ હજારની એવી ૧૩૨ બોટલ….

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશી સાહેબ તેમજ શ્રી ચૌધરી સાહેબ દ્વારા મળેલ સૂચના અનુસાર દારૂ અને જુગારની પ્રવૃતિને પૂરી રીતે બંધ કરાવવા માટે ઇન્સ્પેક્ટર એસ. ડી ડાંગરના માર્ગદર્શન હેઠળ અને દ્વારકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી જી જાલા અને તેના સ્ટાફ પોલીસ ઓફિસરો રાત્રિ સામે દરમિયાન શહેરમાં રાઉન્ડ મારવા નીકળ્યા હતા.

એ સમય દરમિયાન દ્વારકા નજીક ટુપણી ગામની સીમા એ ત્રણ લોકો ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. આ ત્રણ આરોપીને પોલીસની ટુકડી એ હેરફેર સામે દરમિયાન પકડ્યા હતા.
૧) પીયષુ વીરાભાઇ સુવા જાતે.આહીર ઉવ.૨૧.ખેતી રે.ટુપણી વાડી વીસ્તાર તા.દ્વારકા (૨) દેસરુ કાળુભાઇ માડમ જાતે.આકહર ઉવ.૨૫ ખેતી રે.ટુપણી વાડી વીસ્તાર તા.દ્વારકા (૩) હમીર દેસરુભાઇ જોગલ જાતે.આહીર ઉવ.૨૨. ખેતી તથા ડ્રાઇવીગ રે.ટુપણી વાડી વીસ્તાર તા.દ્વારકા

રિપોર્ટ અનુસાર આમની પાસે કુલ ૧૩૨ ઇંગલીશ દારૂની બોટલ મળી હતી. એક બોટલની કિમંત ૩૯,૬૦૦ રૂપિયા છે. તદઉપરાંત ત્રણ મોબાઈલ અને દારૂની હેરફેર કરવા માટે એક બોલેરો ગાડી પણ મી છે.
ત્રણેય આરોપી પાસે હાલ પૂછતાછ થઈ રહી છે.