
- આમદવાદની હૉસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જતા દર્દીઓને સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા
- પારેખ્સ હૉસ્પિટલ માં ગુરુવારે મોડી સાંજે 7 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવાની પડી ફરજ
અનલોકની પ્રક્રિયા જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ કોરોના પોજીટીવ કેસોની સંખ્યામાં વધારો થાય છે. પહેલા હોસ્પિટલ પાસે બેડ ઓછા પડતાં હતા પણ હવે તો ઑક્સીજન પણ ખૂટવા લાગ્યું છે.

આમદવાદની પારેખ્સ હૉસ્પિટલમાં ગઇકાલે સાંજે ઑક્સીજનની અછત પાડવાને કારણે એક સાથે કુલ 7 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
હોસ્પિટલ ઓથોરિટીએ તેના દર્દીના પરિવારજનોને ફોન કરીને જાણ કરી હતી. સોલા સિવિલ હૉસ્પિટલ (Solo Civil Hospital)માં ખસેડવા માટેની જાણ કરતાં જ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હૉસ્પિટલમાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં આવતો ન હોવાને કારણે હોસ્પિટલ ઓથોરીટીએ આ પગલું ભર્યું હતું.

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યું છે. અને આ વખતે પણ તેના ઉપર લોકો ઘણા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે પારેખ્સ હૉસ્પિટલ કોસ્મિક એજન્સી પાસેથી મેડિકલ ઓક્સિજન મેળવે છે. આ એક પ્રાઈવેટ એજન્સી છે. આ એજન્સી હૉસ્પિટલને પુરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા માટે સક્ષમ ન હોવાથી આ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.
અંહિયા પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ઓક્સિજનની અછતના કારણે કોઈ દર્દીને તકલીફનો સામનો કરવો પડ્યો હોય તો તેના માટે જવાબદાર કોણ હોત?અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી હોસ્પિટલ ઓથોરીટી? તમને શું લાગે છે?