વેપાર

આમાં ભારત ક્યાં થી આગળ આવે..

આમાં ભારત ક્યાં થી આગળ આવે : બહિષ્કાર છતાં ચાઇનીઝ કંપનીએ ભારતમાં વેચ્યા 1.30 લાખ POCO M2 સ્માર્ટફોન, તે પણ એક જ દિવસમાં

ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારની અસર ઓછી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. એક ચાઇનીઝ કંપની POCO M2એ પોતાના ભારતમાં વેચાણના આંકડા જાહેર કર્યા છે તે જોતા તો એમ જ લાગી રહ્યું છે કે ભારતમાં ચીનનો બહિષ્કાર નિષ્ફળ ગયો છે.

ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારની અસર ઓછી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. એક ચાઇનીઝ કંપની POCO M2એ પોતાના ભારતમાં વેચાણના આંકડા જાહેર કર્યા છે તે જોતા તો એમ જ લાગી રહ્યું છે કે ભારતમાં ચીનનો બહિષ્કાર નિષ્ફળ ગયો છે.

શું છે આ સ્માર્ટફોનની કિંમત
POCO M2ની શરૂઆતની કિંમત 10999 રૂપિયા છે અને આ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવે છે. તાજેતરમાં જ કંપનીએ આ બ્રાંડ ભારતમાં લોન્ચ કરી અને 15 સપ્ટેમ્બરના રોજ પહેલું વેચાણ થયું.

2 વેરીયંટ સ્માર્ટફોન
POCO M2ના 2 વેરીયંટ છે. 6GB RAM અને 64GB સ્ટોરેજ તેમજ 6GB RAM અને 128GB સ્ટોરેજ. ટોપ મોડલની કિંમત 12499 રૂપિયા છે. આ સ્માર્ટફોન 3 કલર વેરીયંટ બ્લેક, બ્લુ અને રેડમાં મળે છે.

સ્પેસિફિકેશન અને ફીચર્સ
આ સ્માર્ટફોનમાં 6.53 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે અને તેમાં વોટર ડ્રોપ સ્ટાઈલ નોચ છે. આ સ્માર્ટફોનમાં MediaTek Helio G80 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનમાં ચાર રીયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાયમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે જયારે બીજો 8 મેગાપિક્સલનો તો ત્રીજો 5 મેગપીક્સલનો જયારે ચોથો કેમેરા ૨ મેગાપિક્સલ લેન્સ છે.

આ સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે જેની સાથે 18W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ પણ છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં હેડફોન જેક, માઈક્રો એસડી કાર્ડ સ્લોટ અને બ્લુટૂથ, વાઈફાઈ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનના રીયરમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવેલ છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + fifteen =

Back to top button
Close