મધ્યાહન ભોજન યોજનાના યોદ્ધા એવા સંચાલકોને સુરક્ષા કવચ કયારે મળશે ?

મધ્યાહન ભોજન યોજના કર્મચારીના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાની માંગ
રાજકોટ તેમજ દેશ આખાંમાં કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે એવા સંજોગોમાં સરકાર જેને સરકારી કર્મચારી ગણતી નથી. વેતન વધારવાની માંગણી વખતે એવા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક તરીકે માત્ર ૧૬૦૦ રૂપિયા માનદ વેતન મેળવી કાયદાની ભાષામાં સરકારી વેઠીયા તરીકે શોષીત એવા સંચાલકોને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ ડોર-ટુ-ડોર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ફરજ સોંપી કોરોના કહેરને નાથવામાં મહત્વની ભૂમિકા ભજવવા આદેશ કર્યો સારી બાબત છે,
પરંતુ સાથે સાથે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને એ પણ જાણકારી હોવી જોઇએ કે રાજકોટના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ચાલતી ગુજરાત સરકાર માત્ર ૧૬૦૦ રૂપિયાનું જ વેતન મહિને ચુકવીને સમગ્ર દેશમાં આવા કર્મીઓને ઓછામાં ઓછું એટલે કે સાવ તળિયાનું વેતન આપીને શોષણ કરનાર રાજયની સુચિમાં મુકયું છે.
આ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો હવે રાજકોટ જિલ્લામાં કોરોનાના વાઇરસને ક્ધટ્રોલ કરવાની રાજકોટ જિલ્લા પ્રશાસનની ઝુંબેશમાં જમીન લેવલની કામગીરી કરશે, બસ એમને અન્ય કર્મીઓની માફક સુરક્ષા કીટ સહિતના સવલતો આપવામાં આવે તેવી મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ગુજરાત સરકાર સહિત રાજકોટ જિલ્લા પ્રશાસન પાસે માંગ કરી છે.
વધુમાં શોષણ યુકત વેતન વધારવાના વિષયો આવે ત્યારે આવા કર્મીઓ આવી સેવાઓ જે સરકારી કર્મચારી સમકક્ષા જમીન લેવલે સ્થાનિક પ્રશાસન દ્વારા સોંપવામાં આવે છે તેઓને પણ નોંધપાત્ર રીતે ધ્યાને લેવામાં આવે તેવી ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાએ સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.