રાષ્ટ્રીય

‘મહાત્મા ગાંધી’ની તસ્વીર ઇન્ડિયન કરન્સી પર કયારે છપાઇ જાણો ?

સૌથી પહેલા મહાત્મા ગાંધીજીની તસ્વીર ધરાવતી ભારતીય નોટ વર્ષ 1969 માં આવી હતી.જ્યારે પ્રથમવાર ગાંધીજીની તસવીર નોટ પર છપાઇ ત્યારે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા અને એલ કે ઝા આરબીઆઇના ગવર્નર હતા. 100ની નોટ પર રાષ્ટ્રપિતાના જન્મ અવસરે પ્રથમવાર જોવા મળી હતી.વર્ષ 1947 માં ભારતના આઝાદ થયા બાદ થયું કે કરન્સી પર બ્રિટિશ કિંગ જૉર્જની તસ્વીરને મહાત્મા ગાંધીની તસવીરથી રિપ્લેસ કરવામાં આવે. તેના માટે નિર્ણય કરવામાં સરકારને થોડોક સમય લાગ્યો.RBIએ વર્ષ 1996માં એડિશનલ ફીચર્સની સાથે નવી મહાત્મા ગાંધી સીરીઝ નોટ રજૂ કરી.

ગાંધીજીની સ્માઇલવાળી આ તસવીરની સાથે સૌથી પહેલા 500 રૂપિયાની નોટ ઑક્ટોબર 1987માં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીજીની આ તસવીર અન્ય કરન્સી નોટ પર પણ જોવા મળી  ત્યારબાદ દરેક નોટમાં ગાંધીજીની તસ્વીર છાપવામાં આવી. ગાંધીજીની તસવીરને પોટ્રેટ સ્વરૂપે ભારતીય નોટ પર દર્શાવવામાં આવી છે. 1000, 5000 અને 10000ની વધુ મૂલ્ય વર્ગની નોટને વર્ષ 1954માં રિઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. 1000 રૂપિયાની નોટ પર તાંજોર મંદિરની ડિઝાઇન હતી,

5000 રૂપિયાની નોટ પર ગેટવે ઑફ ઇન્ડિયા અને 10,000ની નોટ પર લાયન કેપિટલ, અશોક સ્તંભ હતું. જો કે આ નોટને વર્ષ 1978માં બંધ કરી દેવામાં આવી હતી. વર્ષ 1980માં નોટનો નવો સેટ રજૂ કરવામાં આવ્યો. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close