જ્યારે ફોટોગ્રાફીનો ધંધો બંધ થયો ત્યારે બે બહેનપણીઓએ દારૂ વેચવાનું શરૂ કર્યું.

કોરોના ના કહેર માં અત્યારે માણસો ના ખાવાના પણ વાંધા પડી રહ્યા છે અનેક પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
વલસાડમાં એક ચોંકવનારી ઘટના બની છે. બે બહેનપણીઓ બોલેનો કારમાં 31 હજારની દારૂની 216 બોટલો ભરીને મહારાષ્ટ્રથી અમદાવાદ લઇ જઇ રહી હતી.વલસાડ પોલીસે બાતચીત ના આધારે બંન્નેની અટકાયત કરી હતી. કોરોના કહેર માં ફોટોગ્રાફીનો ધંધો બંધ થઇ જતા કારના બેંકના હપ્તા અને અન્ય ખર્ચને કાઢવા બે બહેનપણીઓ એ મળીને મહારાષ્ટ્રથી દારૂ લઇને અમદાવાદ વેચવાનું નક્કી કર્યું હતું.

પોલીસે બંને યુવતીની પૂછપરછ કરી હતી. જેમાંથી એક યુવતી અમદાવાદના નારણપુરામાં રહેતી અને અન્ય યુવતી જામનગરની હોવાનું બહાર આવ્યું હતું.મહારાષ્ટ્ર પાલઘરમાંથી બજારમાં એક વાઇન શોપમાંથી દારૂનો મોટો જથ્થો ખરીદ્યો હતો અને ત્યારબાદ તેને કારમાં લઈ અને અમદાવાદ તરફ આવી રહી હતી.
મહારાષ્ટ્રથી દારૂ લઈને અમદાવાદ પહોંચે તે પહેલાં જ ગુજરાતમાં પ્રવેશતા વલસાડ પોલીસે બંનેને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.