
ગુજરાતના DGP આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવ્યા. ત્યારે DGP આશિષ ભાટિયાએ પ્રેસ-કોન્ફરન્સ કરી રાજ્યમાં શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે પેટાચૂંટણી દરમિયાન તમામ ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે.
જામનગરનાં ભૂમાફિયા જયેશ પટેલને લઇને આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, હાલ દિપેન ભદ્રન તેમજ તેના સાથી પોલીસ અધિકારીઓને આ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જયેશ પટેલ સહિત તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ રાજકોટમાં કમિશ્નર સહિતનાં અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી જરૂરી સૂચનો અપાયા.