ટેકનોલોજી

વ્હોટ્સએપ અપકમિંગ ફીચર્સ: આ શાનદાર ફીચર્સનો ઉમેરો થશે, જાણો.

વ્હોટ્સએપ યુઝર્સને ટૂંક સમયમાં અનેક નવાં ફીચર્સ મળવા જઈ રહ્યાં છે. વ્હોટ્સએપે તેના એન્ડ્રોઈડ બીટા વર્ઝન પર ઓલ્વેઝ મ્યૂટ, ન્યૂ યુઝર UI અને મીડિયા ગાઈડલાઈન સહિત અનેક ફીચર્સ લોન્ચ કર્યાં છે. ફીચર્સ વ્હોટ્સએપના 2.20.201.10 બીટા વર્ઝન પર રિલીઝ થયાં છે. ટેસ્ટિંગ પૂરુ થતાં જ તમામ યુઝર્સ માટે આ ફીચર લોન્ચ કરવામાં આવશે. વ્હોટ્સએપ કોઈ પણ નવાં ફીચર્સ લોન્ચ કરતા પહેલાં બીટા વર્ઝન પર તેનું ટેસ્ટિંગ કરે.

વ્હોટ્સએપ ઓલ્વેઝ મ્યુટ ફીચર:
આ ફીચરની મદદથી કોઈ પણ ચેટ નોટિફિકેશનને હંમેશ માટે મ્યુટ કરી શકાશે. આ ફીચર કોઈ યુઝર અને ગ્રૂપ બંને માટે કામ કરશે. આ ફીચર પહેલેથી રહેલાં મ્યુટ ફીચરમાં ઉમેરો છે. હાલ યુઝર્સને વધુમાં વધુ 1 વર્ષ સુધી નોટિફિકેશન મ્યુટ કરવાનો ઓપ્શન મળે છે.

નવો સ્ટોરેજ યુઝર UI:
વ્હોટ્સએપે તેનાં સ્ટોરેજ યુઝર ઈન્ટરફેસમાં પણ ફેરફાર કર્યો છે. તેમાં વધારે ડિટેઈલ સાથે સ્ટોરેજ યુઝર ઈન્ટરફેસ મળશે. તેના નીચે બિનજરૂરી ફાઈલ્સ ડિલીટ કરવાનો ઓપ્શન મળશે. તેમાં જોઈ શકાશે કે કઈ ફાઈલ્સ વધારે સ્ટોરેજ લઈ રહી છે.

વ્હોટ્સએપ મીડિયા ગાઈડલાઈન્સ:
આ ફીચર ઈન્સ્ટાગ્રામના મીડિયા ગાઈડલાઈન્સ ફીચર જેવું જ છે. આ પ્રકારનાં ફીચર્સથી યુઝર્સ સ્ટિકર્સને અલાઈન કરવાની સાથે વીડિયો, ઈમેજ અથવા GIFsને એડિટ કરતા સમયે ટેક્સ્ટ પણ કરી શકશે.

વ્હોટ્સએપના વેરિફાઈડ બિઝનેસ અકાઉન્ટ્સથી વોઈસ અને વીડિયો કોલિંગ બટન રિમૂવ થશે. કોન્ટેક્ટ ઈન્ફો પણ દૂર કરવામાં આવશે. તે ચેટ અને કોન્ટેક્ટ લિસ્ટમાં જોવા મળશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + 8 =

Back to top button
Close