જાણવા જેવું

પોલીસ કસ્ટડીમાં મૃત્યુ આંક કેટલા અને આ અંગે શું કહે છે કાયદો જાણો?

ઘરેણાં ચોરી કરવાના આરોપસર કસ્ટડીમાં લેવાયેલા શકમંદને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવતા મોત નીપજે છે. પોલીસ આ મોતને સંતાડવા પાછળ લાગી જાય છે અને પછી ન્યાય મેળવવા માટે એક લાંબી લડત શરૂ થાય છે. થોડા દિવસ પહેલા ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ આ કહાણી પર આધારિત છે અને તેના રિલીઝ થયા બાદ આ ફિલ્મને ખૂબ સરસ પ્રશંષા મળી છે.

થોડા દિવસ પહેલા ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ આ કહાણી પર આધારિત છે અને તેના રિલીઝ થયા બાદ આ ફિલ્મને ખૂબ સરસ પ્રશંષા મળી છે. ફિલ્મ એક સત્ય ઘટના આધારિત છે. ગત વર્ષે અમેરિકામાં જ્યૉર્જ ફ્લૉઇડના મોત બાદ સામાન્ય લોકો પણ ‘પોલીસ બર્બરતા’ અંગે જાણવા અને સમજવા લાગ્યા છે.

પોલીસના વધારે પડતા બળપ્રયોગને કારણે અશ્વેત અમેરિકન જ્યૉર્જ ફ્લૉઇડનું મોત નિપજ્યું હતું. પોલીસની કસ્ટડીમાં શકમંદો પર અત્યાચારના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ જે રીતે આ ફિલ્મમાં પોલીસ કસ્ટડી દરમિયાન શકમંદના મોતને દર્શાવવામાં આવ્યું છે, શું તે પ્રકારે જ હકીકતમાં ઘટનાઓ ઘટતી હશે? જો તેમ હોય તો ગત કેટલાંક વર્ષોમાં આ પ્રકારે કુલ કેટલાં મોત નીપજ્યાં છે? કસ્ટડીમાં મોત થવાનો અર્થ શું છે અને આવા કિસ્સાઓમાં કાયદો શું કહે છે? આ પ્રકારનાં મોત પર પોલીસતંત્રનું કેવું વલણ હોય છે?

કસ્ટોડિયલ ડેથ નો અર્થ શો થાય?

સરળ શબ્દોમાં કહીએ તો પોલીસ કસ્ટડી દરમિયાન જો કોઈ શકમંદનું મોત થાય તો તેને ‘કસ્ટોડિયલ ડેથ’ કહેવામાં આવે છે.

અહીં ‘પોલીસ કસ્ટડી’નો અર્થ માત્ર ધરપકડ કરાયેલા દોષિતો પૂરતો નથી. શકમંદ રિમાન્ડ પર હોઈ શકે, તેની અટકાયત કરવામાં આવી હોય અથવા તો માત્ર પૂછપરછ માટે પણ બોલાવાયો હોઈ શકે છે. ટૂંકમાં પોલીસની કસ્ટડી દરમિયાન કોઈ પણ દોષિત કે શકમંદના થતા મોતને ‘કસ્ટોડિયલ ડેથ’ કહેવામાં આવે છે.

આ પ્રકારનાં મૃત્યુના કિસ્સામાં પોલીસ કસ્ટડી દરમિયાન આત્મહત્યા, બીમારીના કારણે થતાં મોત, કસ્ટડીમાં લેતી વખતે ઇજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન મોત કે પછી ગુનો કબૂલ કરાવવા પૂછપરછ દરમિયાન માર મારતાં થતાં મોતનો પણ સમાવેશ થાય છે.

પોલીસ કસ્ટડીમાં ટૉર્ચર અને મોતના કેસનો ઉલ્લેખ ભારતના ચીફ જસ્ટીસ એન. વી. રમન્નાએ પણ કર્યો છે.

ઑગષ્ટ, 2021માં તેમણે એક સંબોધનમાં કહ્યું હતું કે, સંવિધાનનું રક્ષાકવચ હોવા છતાં પણ પોલીસ કસ્ટડીમાં શોષણ, ટૉર્ચર તેમજ મોત થાય છે. જેના પગલે પોલીસ સ્ટેશનોમાં માનવાધિકાર ઉલ્લંઘનની આશંકા વધી જાય છે..

તેમણે એમ પણ કહ્યું હતું, “પોલીસ જ્યારે કોઈને કસ્ટડીમાં લે ત્યારે તે વ્યક્તિને તાત્કાલિક કાયદાકીય મદદ નથી મળતી. ધરપકડ બાદ પહેલા કલાકમાં જ દોષિતોને લાગવા લાગે છે કે આગળ શું થશે?

સુપ્રીમ કોર્ટે વર્ષ 1996માં ડીકે બસુ વિરુદ્ધ બંગાળ અને અશોક જોહરી વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ મામલે ચુકાદો આપતા કહ્યું હતું, કસ્ટોડિયલ ડૅથ અથવા પોલીસ બર્બરતા ‘કાયદાશાસિત સરકારોમાં સૌથી ખરાબ અપરાધ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કસ્ટોડિયલ ડેથની વિગતો નોંધવાની સાથે, સંબંધિત લોકોને જાણ કરવી ફરજિયાત કરવામાં આવી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 − two =

Back to top button
Close