
સમગ્ર ભારતમાં કોરોના અને લોકડાઉનને કારણે કેટલાય કેટલાય લોકોને આર્થિક રીતે માર લાગ્યો છે. અનેક લોકોના કામ-ધંધા અને રોજગારી પર અસર પડી છે. તદઉપરાંત છેલ્લા 6 મહિનાથી શાળા બંધ છે. જેનો સૌથી મોટો ફટકો શિક્ષકોને પડ્યો છે.

સરકાર શાળાને ફી વસુલવા દેતી નથી અને શાળા શિક્ષકોને પગાર આપી શકતી નથી. એવામાં રાજકોટમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિમેષ પટેલએ આ કોરોનાકાળ દરમિયાન મોટો નિર્ણય લીધો છે. રાજકોટના આ શિક્ષકે પોતાના ઘરે જ અમૂલ પાર્લર ખોલી દીધું અને હવે તે સવારે ઊઠીને સ્કૂલે જવાની બદલે ઘરે ઘરે ફરીને લોકોને દૂધ પંહોચાડવા જાય છે.
આ મહત્વના નિર્ણયની પાછળ એમની મજબૂરી છુપાયેલ છે. આ કઠોર સામે દરમિયાન ખાનગી શાળામાં કામ કરતાં નિમેષભાઇનો પગાર 50 ટકા કરી દેવામાં આવ્યો છે. નિમેષભાઈ છેલ્લા 6 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાં છે. પરંતુ હવે આ કઠોર સમયમાં તેમની આવક અડધી થઈ ગઈ છે અને એમને પોતાનું ગુજરાન ચલાવવા માટે અમૂલ પાર્લરની એજન્સી લઈને બિઝનેસ શરૂ કર્યો છે.