ગુજરાતના પોલીસએ હેલ્મેટ નહી પહેરનારાંને દંડ મુદ્દે શું કરી મોટી રાહતની જાહેરાત ?

ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોધપાત્ર વધારો જોવા મળતાં રાજ્યની પોલીસને 20 સપ્ટેમ્બર સુધી હેલ્મેટ પહેરવા ના આદેશ અપાયા છે. જો કે ગુજરાતમાં માત્ર હાઇવે પર પોલીસ દ્વારા હેલ્મેટની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવશે તેમ ગુજરાતના આશિષ ભટિયાએ સ્પષ્ટતા કરતાં લોકોને રાહત થઈ છે. શહેરમાં ટૂંકા અંતર માટે ઉતાવળમાં નિકળેલા ઘણા લોકો હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય છે. તેમને આ આદેશથી રાહત થશે પણ શહેરમાં પોલીસ હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ તો કરશે જ. અમદાવાદમાં પોલીસે બુધવારે હેલ્મેટ નહી પહેરનારા કુલ 1227 વાહન ચાલકો સામે રૂપિયા 6.40 લાખ દંડ વસૂલ્યો હતો.
ગુજરાત ના આશિષ ભટિયાના જણાવ્યા મુજબ સુપ્રિમ કોર્ટની કમિટી અને રોડ સેફટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતમાં બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે અકસ્માતમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેના પગલે ગુજરાત પોલીસ અધિકારીઓની મળેલી બેઠકમાં ટ્રાફિકના નિયમનની સુયોગ્ય અમલવારી કરાવવા માટે 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હાઇવે ઉપર હેલ્મટેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય પ્રમાણે અમદાવાદ શહેરમાં રિંગ રોડ અન એસજી હાઇવે ઉપર પણ દસ દિવસ સુધી પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવશે અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા વાહન ચાલકો પાસેથી રૂપિયા 500 લેખે દંડ વસૂલવામાં આવશે. શહેરમાં પોલીસ હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસેથી ટ્રાફિક નિયમભંગ બદલ રાબેતા મુજબ દંડ લઇ શકશે.