
ચોમાસુ પરત નહીં ફરવાની અસરનો અંદાજ ઓક્ટોબરમાં સળગતા તાપને જોઈને લગાવી શકાય છે. અનેક રાજ્યોમાં ચોમાસાએ લોકોને ગરમીથી બચાવ્યા છે, જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે મુશ્કેલી સર્જી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 થી 13 ઓક્ટોબર વચ્ચે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં ઓડિશા, મધ્યપ્રદેશ, તેલંગણા, આંધ્રપ્રદેશનો દરિયાકાંઠો વિસ્તાર અને મહારાષ્ટ્રનો મોટાભાગનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીની આજુબાજુના દબાણની અસર હવામાન પર જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં ઊંડું દબાણ ચાલુ રાખ્યા બાદ મોનસૂનને પાછા ફરવામાં વિલંબ થાય છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મરાઠાવાડા, કોંકણ, ગોવા, કર્ણાટક અને અંદમાન અને નિકોબારમાં ઓછા દબાણને કારણે ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે 10 થી 14 ઓક્ટોબર સુધીમાં અંદમાનઅને તેની આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 થી 14 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં માછીમારોને દરિયામાં જવાની મંજૂરી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં દિલ્હીથી ચોમાસાની પરત શરૂ થઈ હતી, પરંતુ તેની ધીમી ગતિને કારણે હવામાનમાં કોઈ ખાસ અસર જોવા મળી નથી.