બનાસકાંઠામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી.

રાજ્યની સાથે બનાસકાંઠા જીલ્લામાં કેટલાક દિવસથી ભારે વરસાદના કારણે મુખ્યત્વે ખેતીના પાકમાં નુકશાન આવવાની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે જીલ્લાના અન્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ સોમવારે વહેલી સવારથી ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે મેઘરાજા વરસ્યા હતા. જેમાં દિયોદર પથકમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જો કે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ભારે વરસાદના કારણે કપાસ , એરંડા, બાજરી , મગફળી, ગુવાર જેવા ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.જેમાં ખેતીના પાકમાં નુકશાન આવ્યું છે. ચાલુ ચોમાસા દરમિયાન વધારે વરસાદ વરસ્યો છે. જેમાં નવા , વખા, સુરાણા , દેલવાડા જેવા અનેક ગામોમાં કપાસ, એરંડા, બાજરી અને મગફળીના પાકમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. દિયોદર ગ્રામીણ વિસ્તાર માં અનેક ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા છે અને દર વર્ષે દાડમ ની ખેતી કરી આવક મેળવતા હોય છે.
પરંતુ વર્તમાન સમય દાડમની ખેતીની આછા નિરાશા બની છે. જેમાં સતત પડી રહેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે નાના નાના ફળમાં ફાયટોપથોરા ટપકી તેમજ પ્લગ જેવા રોગો આવતા ખેડૂતો ને આ વર્ષે આર્થિક નુકશાન થવાની ચિંતા સતાવી રહી છે.