યુદ્ધાના ભણકારાઃ ચીનની યુધ્ધની તૈયારીઓ સામે તાઈવાને પણ યુધ્ધાભ્યાસ કરી પરચો બતાવ્યો

દુનિયાભરમાં દાદાગીરી કરી રહેલુ ચીન હવે તાઈવાન સામે યુધ્ધ છેડવાની તૈયારીઓ કરી રહ્યુ છે ત્યારે આ ટચૂકડા ટાપુ દેશે પણ યુધ્ધ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે.
ચીનને વળતો જવાબ આપવા માટે તાઈવાનની નાની પરંતુ શક્તિશાળી વાયુસેનાએ યુધ્ધાભ્યાસ કરીને દુનિયાને પોતાની તાકાદ દેખાડી હતી.આ દરમિયાન તાઈવાનની એર ડિફેન્સ સિસ્ટમની પણ ચકાસણી કરવામાં આવી હતી.તાઈવાનની વાયુસેનાના એફ-16 અને મિરાજ -2000 વિમાનોએ આ યુધ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો.આ દરમિયાન તાઈવાનની રડાર સિસ્ટમે આકાશમાં ચાંપતી નજર રાખી હતી. રાતના સમયે પણ તોપના ગોળા દાગવાની ક્ષમતાનુ પ્રદર્શન કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ચીને તાઈવાન સાથે જોડાયેલી સીમા પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.જેનુ શક્તિશાળી રડાર 600 કિમી દુરથી તાઈવાનના વિમાનો કે મિસાઈલ અથવા ડ્રોનની ભાળ મેળવી શકે છે.સાથે સાથે 2500 કિમી દુર સુધી માર કરતી ડોંગ ફેંગ-17 પ્રકારની મિસાઈલ પણ ચીને તૈનાત કરી છે.