ગુજરાત
જાગો તંત્ર જાગો, વિકાસના નામે વેઠ ઉતરવાનું બંધ કરો….

ઉમરેઠ નગરપાલિકાની ઘોર બેદરકારી.
ઉમરેઠ ગામ માં પ્રવેશતાની સાથે જ આવા વિકાસ ના કામો દેખાઈ આવે છે.વારાહી દરવાજા ની બાજુમાં જ ગટર ના પાણી ભરાઈ રહ્યા છે અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે અને પ્રજા પરેશાન છે.

કોરોના જેવી મહામારી તો ચાલી જ રહી છે અને તંત્ર બીજી બાજુ બેદરકાર થઈ ને આવા ગટરના પાણી ભરાય રહે છે એમાં તંત્રનું કોઈ ધ્યાન જ નથી.
આજુબાજુ રહેતા લોકો તથા દુકાનદારો નું કહેવું છે કે કાઉન્સિલર ને તથા નગરપાલિકા માં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ વધી રહ્યો છે તો આ પરથી એવી ધારણા કરી શકીએ કે તંત્ર રોગચાળાને આમંત્રણ આપી રહ્યું છે.