
પૂનમ માડમ ભાજપના નેતા અને વર્તમાન સાંસદ સભ્ય છે. તેઓ આહીર સમાજમાંથી આવે છે.જામનગર જિલ્લાની ખંભાળીયા વિધાનભા બેઠક પર અગાઉ ધારાસભ્ય રહી ગયેલા પિતા હેમંત માડમની આ જ બેઠક પરથી પૂનમ માડમે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી વર્ષ 2014માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને જામનગર લોકસભાની ચૂંટણી લડી સાંસદ બન્યા.
તેમના લગ્ન પરમિન્દર મહાજન સાથે થયા છે. જેઓ પૂર્વ ડિફેન્સ ઓફિસર છે. તેમને સંતાનમાં એક દીકરી હતી, પરંતુ તેનું વર્ષ 2018માં દુઃખદ નિધન થયું હતું. વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમ તેમના કાકા છે. તેમની સામે જ તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના નાગરીકો કોવિડ-૧૯ ના સંક્રમણ ટાળવા ગભરાયા વગર સાવચેત રહે તેવી સંસદસભ્ય પૂનમબેન માડમ એ અપીલ કરી હતી. તાજેતરના કોરોના પોઝીટીવ કેસ સંદર્ભે જરૂરી માહિતી તેમજ માર્ગદર્શનનું પાલન કરવાની અપીલ કરી આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા સૌ નાગરીકોને અનુરોધ કર્યો હતો.
સાંસદ શ્રી પૂનમબેન માડમ એ જણાવ્યુ છે કે આરોગ્ય વિભાગની ગાઇડ લાઇન મુજબ વારંવાર હાથ ધોવા -માસ્ક પહેરવા-સેનેટાઇઝરના ઉપયોગ કરવા-સોશ્યલ ડીસ્ટન્સ જાળવવુ જરૂરી છે.

સાથે જ હાલ પૂનમબેન માડમના નિવાસસ્થાનના કાર્યાલયમાં, જુદા જુદા વિસ્તારોના અગ્રણીઓ સહિતના મુલાકતીઓ એકઠા થયા હતા અને તેઓની વિવિધ રજુઆતો ધ્યાનમાં લઇને આગળની જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવી છે.