રાજકોટ

વીરપુર: જલારામ મંદિર ના દ્વાર દર્શનાર્થીઓ માટે આજથી ખુલ્યા

દિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન

કોરોનાનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર 8 દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. બાદ આજથી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ભાવિકોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવવાનું રહે, બાદ સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિરમાં માસ્ક બાંધવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપાના દર્શન સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી થઈ શકે છે.

કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહીં તે માટે મંદિર અગાઉ પણ 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close