ગુજરાત
સરકાર દ્વારા ગૌચર ની જમીન પર આર ઓ પ્લાન્ટ સ્થાપવા અંગે ગ્રામજનોએ કર્યો વિરોધ

સરકાર દ્વારા ગૌચર ની જમીન પર આર ઓ પ્લાન્ટ સ્થાપવા અંગે ગ્રામજનો દ્વારા ભરી વિરોધ કરવામાં આવ્યો છે. આ ઘટના સુત્રાપાડા ના વડોદરા ઝાલા ગામ નીછે. જ્યાં ગૌચર ની જમીન પર આર ઓ પ્લાન્ટ સ્થાપવાની વાતો ચાલી રહી છે પરંતુ ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો છે.

ગ્રામ પંચાયત ના વિરોધ છતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જમીન નો કબ્જો સંભાળવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતીઓ. એવામાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે થોડી રકજકની તસ્વીરો સામે આવી છે.

ગ્રામજનો ના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત હસ્તક ગોચર મર્યાદિત છે અને તેમાં પણ સરકાર ગૌચર ની જમીન સંપાદન કરે તો ગામ ના પશુધન ના નિભાવ માટે મોટી મુશ્કેલી સર્જાય શકે છે.