વિજયનગર પોલીસે કાલવણ પાસેથી ગાડીનો પીછો કરી રૂ. 72,120 નો દારૂ પકડ્યો.

સફેદ કલરની સ્વીફ્ટ ગાડીનો પીછો કરી તે ગાડી નંબર GJ-18-BA-8327 ને પકડી પાડી તે ગાડીમા ગે.કા. અને પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની બોટલો નંગ-૨૮૮ મળી કિ.રૂ. ૭૨,૧૨૦ તથા ગાડી ની કી.રૂ. ૨,૫૦,૦૦૦ મળી કુલ.રૂ. ૩,૨૨,૧૨૦ નો પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કરી વિજયનગર પો.સ્ટે. ધી ગુજરાત પ્રો.હિ. એક્ટ કલમ ૬૫એઇ, ૧૧૬ બી, ૮૧, ૯૮(૨) મુજબ ગુન્હો નોધી આરોપીની તપાસ ચાલુ કરવામાં આવિ હતી.
ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય માંડલિંક સાહેબની સુચનાઓ તથા ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી. એમ. ચૌહાણના માગૅદશૅન હેઠળ ગેરકાયદેસર રીતે પ્રોહિબિશનની હેરાફેરી કરી. ગુજરાતમા અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ છે જે અન્વયે વિજયનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. બી. કોટવાલ તથા પોલીસ સ્ટાફના અનામૅ હેડ કોન્સે ગજેન્દ્રકુમાર કચરાજી તથા અ.હે.કો મુકેશકુમાર અમરાજી તથા અ.પો.કો વિજયભાઇ રામજીભાઇ તથા અ.પો.કો. કલ્પેશકુમાર મોહનભાઈ વિજયનગર પોલીસ સ્ટેશનના કાલવણ ઉપર વાહન ચેકીંગમા હતા