ગોધરા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ-સંજીવની ઓપીડીના ઈ-લોકાર્પણ નિમિત્તે વિડીયો કોન્ફરન્સ..

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ- સંજીવની ઓપીડીના ઈ- લોકાર્પણ નિમિત્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓ સહભાગી થયા
પીએચસીના ૩ શ્રેષ્ઠ તબીબોને ઈ-ઓપીડીની તાલીમ અપાઈ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે સંજીવની ઈ-ઓપીડીનું રાજ્યવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ગોધરા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ નવતર પહેલ પ્રસંગે પ્રસન્નતા વ્યક્ત કરતા માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૩ શ્રેષ્ઠ તબીબોને આ અંગે તાલીમ આપવામાં આવી છે. નિઃશુલ્ક ઈ કન્સલ્ટિંગ બાદ લોકો સરકારી કેન્દ્રો પરથી મફત દવા પણ મેળવી શકશે.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this