આંતરરાષ્ટ્રીય

દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને થયો કોરોના,

રોનાલ્ડોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય ખેલાડીઓ વિશે ચિંતા વધી ગઈ છે કારણ કે તેણે આશરે 17 કલાક પહેલા ટીમના સાથી ખેલાડીઓ સાથે એક તસવીર શેર કરી હતી.

દુનિયાના દિગ્ગજ ફુટબોલરોમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોર્ટુગલ ફુટબોલ મહાસંઘે આ વાતની પુષ્ટિ કરી છે. 

રોનાલ્ડોનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રોનાલ્ડોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય ખેલાડીઓ વિશે ચિંતા વધી ગઈ છે કારણ કે તેણે આશરે 17 કલાક પહેલા ટીમના સાથી ખેલાડીઓ સાથે એક તસવીર શેર કરી હતી.

પોર્ટુગીઝ ફુટબોલ ફેડરેશનને આજે મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં સમાચારની પુષ્ટિ કરી છે. ફેડરેશનના નિવેદનમાં લખ્યું છે કે, ‘ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો રોનાલ્ડોને બુધવારે સ્વીડન વિરુદ્ધ પોર્ટુગલ નેશન્સ લીગ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેથી તે સ્વીડન સામે નહીં રમે. ફેડરેશનને કહ્યું કે, રોનાલ્ડોમાં કોઈ લક્ષણો જણાયા નથી. અને તેની તબિયત સારી છે.

 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close