ગુજરાતટ્રેડિંગદેવભૂમિ દ્વારકા

દ્વારકા નજીક આવેલા વરવાળા ગામ જે પહેલા ના સમય માં આસપાસ ના અન્ય ગામડાઓ ને પાણી પૂરું પાડતું હતું પરંતુ આજે ત્યાં ના લોકો પાણી માટે ભટકી રહ્યા છે..

Gujarat24news:દ્વારકાના વરવાળા ગામના સ્થાનિકો છેલ્લા છ માસથી પીવાના પાણીની મોકાણ વચ્ચે જીવી રહ્યા છે. પીવા માટે વેચાતું પાણી લઈને તથા દ્વારકા અથવા અન્ય ગામ માંથી પીવાનું પાણી લેવા જવા માટે ગ્રામવાસીઓ મજબૂર થયા છે. જામનગર ઓખા હાઈવે પર 15000 જેટલી વસ્તી અને 1500 થી વધુ પશુ ધન ધરાવતા વરવાળા ગામને છેલ્લા છ માસથી પીવાના પાણીની મોકાણ સર્જાઈ છે. અંદાજે 2500 જેટલા નળ કનેક્શન ધરાવતા ગામમાં નળ તો છે. પણ તેમાં પાણી નથી. કેટલાક સમયથી પંચાયત દ્વારા બોર બનાવી અને પાણી વિતરણ કરે છે જે પાણી વાપરવા લાયક જ હોય છે. ત્યારે પીવાના પાણી માટે લોકોએ વેચાતું પાણી લેવું પડે છે અથવા દ્વારકા તથા આજુબાજુના ગામ માંથી પાણી લેવા જવું પડે છે અને ગામમાં અંદાજે દસ લાખ લીટર જેટલી કેપેસીટી ધરાવતા ચાર પાણીના ટાંકા અને સંપ શોભાના ગઠીયા સમાન બન્યા છે, ત્યારે વખતો વખત મામલતદાર, પ્રાંતઅધીકારી અને પાણી પુરવઠાને અનેક રજૂઆતનું પરિણામ શૂન્ય આવ્યું છે. હાલ લોકો પાણી માટે મહિલાઓએ જ્યા ત્યાં ભટકવું પડે છે. એક સમય હતો કે વરવાળાનું પાણી આજુબાજુના ગામોમાં વેચાતું હતું. રેલ્વે દ્વારા દુર સુધી પાણી પહોંચાડવામાં આવતું પરંતુ હાલ અહી પીવાનું પાણી મળતું નથી.

સાયકલોન અને મોટર નબળી તથા પાઇપલાઇન તુટી જતી હોય, પાણીનું પ્રેશર ઓછું આવે છે. અને ગામ લોકોનાં છ માસના પાણી ન મળવાની વાત ખોટી છે. જે મુજબ ઉપરથી પાણી આવે છે, તે મુજબ પાણીનું વિતરણ કરવામાં આવે જ છે. કારણકે દ્વારકાથી ઓખા બેટ સુધી એક જ પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવે છે. તો વરવાળા રસ્તામાં જ આવે છે. તો તેને પાણી કેમ ન મલે, આ વાત તદ્દન ખોટી છે. અને વર્ષોથી વરવાળા ગામનું પાણીનું બીલ આશરે પાંચ લાખ કરતા વધુનું બાકી છે. છતા પણ અમો પાણી બંધ કર્યું નથી. ચંદ્રકાંત વસાવા, પાણીપુરવઠા અધીકારી, દ્વારકા.

પાણી પુરવઠા બોર્ડ હરહંમેશ વરવાળા ગામ પ્રત્યે ઓરમાનું વર્તન કરતા આવ્યા છે. આ પાણીનો પ્રશ્ન ધણા વર્ષોનો છે. ગામવાસીઓ પાણી પુરવઠા બોર્ડની ઓફીસે ધરણા કરે એટલે થોડા દિવસ પાણી આવે. ફરી જૈસે થે. અને છેલ્લા છ મહિનાથી પાણીનું એક ટીપુ પણ મળ્યું નથી, તેથી બોર કર્યો હતો, પણ તેમા ભાંભરૂ પાણી નીકળતા, તે અન્ય ઉપયોગમાં લઇ શકાય છે. પીવાના પાણીના સાંસા છે. આ અંગે આગામી આઠ દિવસમાં જો નર્મદાનું પાણી નહિ મળે તો આંદોલન સાથે ગામ બંધની ચીમકી પણ ઉચ્ચારી છે. મનસુખ મોરડાવ, સરપંચ, વરવાળા ગામ.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close