
gujarat24news: અસારવા સિવિલ હોસ્પિટલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માનસિક રીતે મજબૂત રહે તે માટે મેન્ટલ કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવે છે. આ કાઉન્સેલર ફોન દ્વારા દર્દીઓ સાથે વાતચીત કરે છે તેમજ દર્દીઓને વિવિધ પુસ્તકો આપી તેમની મનોસ્થિતિનો તાગ મેળવવામાં આવે છે.
કોરોનાના સારવાર લેતાં દર્દીઓ પરિવાર અને સ્વજનોથી દૂર સતત ચિંતાભર્યા વાતાવરણમાં અને અન્ય કોવિડ દર્દીઓ સામે રહેતા હોવાથી તેમના મનમાં નબળા અને નકારાત્મક વિચારો પણ વધી રહ્યાં છે. જેથી સિવિલમાં દર્દીઓના કાઉન્સેલિંગ માટે કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. જે ફોન દ્વારા દર્દી સાથે વાતચીત કરી તેમની મનોસ્થિતિનો તાગ મેળવે છે, તેમજ દર્દીઓને મનગમતા વિષયના પુસ્તકો આપી તેમનું ધ્યાન પુસ્તકો તરફ વળે તેવો પ્રયત્ન હાથ ધરાયો છે.
આ પણ વાંચો..
ગુજરાતના 4 IAS હવે કેન્દ્રમાં નિયુક્તિ…
સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનો વપરાશ..
કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની મુશ્કેલીઓ વધુ થઇ રહી છે, જેના કારણે ઓક્સિજનનો અછત સર્જાઇ છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસથી દૈનિક ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થાય છે, જ્યારે માર્ચમાં દૈનિક 13 ટન ઓક્સિજનનો જ વપરાશ થતો હતો. છેલ્લાં પંદર દિવસમાં અહીં 764 ટન ઓક્સિજન વપરાયો છે.
કોરોનાની નવી લહેર દરમિયાન છેલ્લા પંદર દિવસમાં અંદાજિત 764 ટન ઓક્સિજનનો વપરાશ થયો છે. સિવિલ સંકુલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં, સિવિલ બિલ્ડીંગમાં અને મંજુક્ષી હોસ્પિટલમાં 20-20 હજાર લિટરની ક્ષમતા ધરાવતી લિક્વિડ ઓક્સિજનની ટેન્ક રાખવામાં આવી છે. આમ સંકુલની કુલ ક્ષમતા 60 હજાર લિટર છે. અત્યારે 75 થી 80 ટકા જેટલાં કોવિડ દર્દીઓને ઓક્સિજનની જરૃરિયાત હોવાથી આ ટેન્કને દિવસમાં બેથી ત્રણવાર રિફિલ કરવામાં આવે છે. ટેન્કમાં રહેલા લિક્વિડ ઓક્સિજનનું તાપમાન -196 ડિગ્રી સેલ્શિયસ હોય છે. સેન્ટ્રલ લાઇન દ્વારા તેનો પ્રવાહ વિવિધ વોર્ડ સુધી પહોંચાડવામાં આ વતો હોવાથી ઓક્સિજનનો પ્રવાહ અટકાવની શક્યતા રહેતી નથી.