
નારાયણી નારી તું કદીના હારી: સયાજી ના સ્ટાફ નર્સ કાનન સોલંકી ટેસ્ટ ટ્યુબ આધીન સગર્ભાવસ્થા છતાં કોવિડ વોર્ડમાં નિર્ભયતા સાથે દર્દીઓની સેવા કરતાં રહ્યાં. કોરોના સંક્રમિત થયાં અને અધૂરા માસે બાળ જન્મની ફરજ પડી તો સયાજી હોસ્પિટલની માતૃ દૂધ બેંકમાં પોતાના બાળકની જરૂરિયાત કરતાં વધારાના દૂધનું 53 દિવસ સુધી દાન કર્યું. હાલ કાંગારુ કેર પદ્ધતિ હેઠળ પોતાની વ્હાલી દીકરીને હસતા મુખે ઉછેરી રહ્યાં છે. રાજ્યના મુખ્ય મંત્રીશ્રીએ નવરાત્રિને માતૃ શક્તિની વંદના નું પર્વ ગણાવ્યું છે ત્યારે કાનન ની કથા નારી શક્તિની સબળતાની પ્રતીતિ કરાવે છે.