વડોદરા: કોર્પોરેશન દ્વારા ગુજરાતનો સૌથી ઊંચો ધ્વજ ઉતારી લીધો..

શહીદ વનનું આયોજન અભરાઈ પર ચડાવ્યું. બે વર્ષમાં જ રાષ્ટ્રીય ધ્વજ અવારનવાર ફાટી જતા હવે કાયમી ધોરણે આ ધ્વજ ઉતારી લેવામાં આવ્યો છે
વડોદરા શહેરના સમા તળાવ પાસે ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રિય ધ્વજ લહેરાવવામાં આવ્યો અને તેની સાથે વિશ્વના તમામ દેશના ધ્વજ લહેરાવવાનું અને શહીદ વન બનાવવાનું આયોજન પડતું મુકી દેવામાં આવ્યું છે.વડોદરા શહેરના મુખ્ય પ્રવેશ ના સમા-સાવલી રોડ પર સમા તળાવ પાસે ખુલ્લી જમીનમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વર્ષ 2017 માં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રીય ધ્વજ 14મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ લહેરાવ્યો હતો.

પાલિકાના આયોજનના અભાવે લોકોના પૈસા પાણીમાં ગયા
રાજ્યનો સૌથી ઊંચો ફ્લેગ બનાવીને વડોદરા મહાનગરપાલિકાએ ખુબ વાહવાહી મેળવી હતી. પરંતુ 42 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ પાલિકા આ ફ્લેગની જાળવણી કરી શકી ન હતી. જેથી યોગ્ય આયોજનના અભાવે કામ કરતા પ્રજાના પૈસા પાણીમાં ગયા હતા.
આ સ્થળ ઉપર પહેલા ઇન્દિરા આવાસના તથા અન્ય એમ કુલ 400 ગરીબના મકાનો હતા જેનું વિકાસની આડમાં રાતોરાત નિકંદન કાઢી તેઓને ઘર બાર વગરના કરી આજ સ્થળ પર આવાસ બનાવી આપીશુંનું આશ્વાશન આપી 10 કિમી દૂર સયાજીપુરા ખસેડવામાં આવ્યા. બાકી રહેલ લોકોને મકાન ભાડા આપવામાં ઠાગા ઠૈયાં કરવામાં આવે છે.