વડોદરા: ડોક્ટર વિનોદ રાવે સ્મશાન માં પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી,

આઇ.એ.એસ ડોક્ટર વિનોદ રાવે સ્મશાનમાં પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી,
કોરોનાની મહામારી દરમિયાન ગઈકાલે પોતાના જન્મદિવસએ પણ ફરજ પર હાજર રહી સ્મશાન ગૃહના અંતિમ સંસ્કારના સેવકોનું સન્માન કરી અનોખી રીતે ઉજવણી કરી હતી.ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવની વડોદરા શહેરમાં નિયુક્તિ થઈ છે. ત્યારથી તેમણે વડોદરામાં કોરોનાના દર્દીઓની સુવિધા માટેની આગોતરી તૈયારી કરાવી હતી.

ડોક્ટર વિનોદ રાવનો ગઈકાલે જન્મદિવસ હતો. તે દિવસે પણ તેમણે તેમના પરિવારજનોની સાથે જન્મદિવસ ઉજવવાને બદલે તેમણે વડોદરામાં ફરજ ઉપર હાજર રહ્યા હતા અને પરિવારજનોને ગાંધીનગરથી વડોદરા બોલાવ્યા હતા.
તેમણે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવે પોતાના જન્મદિવસે ચાર સ્મશાનોના અંતિમ સંસ્કાર સેવકોનું સન્માન અભિવાદન કર્યું હતું.એવી લાગણી વ્યક્ત કરતાં ડો.રાવે જણાવ્યું કે, જ્યારે કેટલાક સંતાનો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કારમાં જોડવામાં ખચકાટ અનુભવતા હતા, પી.પી.ઇ.કીટ પહેરી હોવા છતાં ડરતા હતા,
તેવા કટોકટીના સમયે આ સેવકોએ જરાય પીછેહઠ કર્યા વગર અંતિમ સંસ્કારનું તેમનું કર્તવ્ય અદા કર્યું છે. તેમની ફરજ પરસ્તિ માટે વડોદરા શહેર સદૈવ તેમનું ઋણી રહેશે.