વડોદરા: નર્સિંગ કોલેજ માંથી સીધા કોરોના વોર્ડમાં..

સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સહાયક તરીકે જોડાયેલા 125 યુવક-યુવતીઓની સેવાથી અન્ય કર્મચારીઓને પણ રાહત,
આજે સરકારી સહિતની વિવિધ નર્સિંગ કોલેજૉના 125 વિદ્યાર્થીઓ ઉપલબ્ધ થતાં નર્સિંગ સેવાઓનો વ્યાપ વધ્યો છે, આ લોકોને ખૂબ ઉપયોગી કાર્ય અનુભવ મળી રહ્યો છે જે તેમની નર્સિંગના ક્ષેત્રમાં ભાવિ કારકિર્દી ઘડવામાં નિર્ણાયક બની રહેશે. નર્સિંગમાં હવે અનુસ્નાતક અને પી.એચ. ડી.સુધી અભ્યાસ થઈ શકે છે. નર્સિંગ કોલેજમાંથી સીધા કોરોના વોર્ડમાં જોડાયેલા નર્સિંગ સહાયક વૈશાલી ત્રિવેદી અને હેતવી પટેલ જણાવે છે કે, આ મહામારી આરોગ્યના ઇતિહાસનો એક અસાધારણ પડકાર છે.

સેવાઓ અને કાળજી સારવાર હેઠળના દર્દીઓ માટે જાણે કે આરોગ્ય સંજીવની સમાન અને ખૂબ ભારણ વચ્ચે કાર્યરત હાલના નર્સિંગ સ્ટાફ માટે રાહત રૂપ બની રહી છે.સરકારી કોલેજોમાં અંતિમ વર્ષ એટલે કે બી.એસ.સી.નર્સિંગ તેમજ જી એન.એમ નર્સિંગનું સ્નાતકીય શિક્ષણ પૂરૂ કરી હાલમાં અનિવાર્ય ઇન્ટર્નનશીપના ભાગરૂપે કોવિડ કટોકટીના આ સમયગાળામાં ખૂબ ઉપયોગી સેવાઓ આપી રહ્યાં છે.