ગુજરાતન્યુઝવડોદરા

વડોદરા બ્રેકિંગ: ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી દારૂ પકડાયો..

વડોદરામાં ભાજપ જિલ્લા પંચાયતના સભ્યનો દારૂ ઝડપાયો છે. ભાયલી ગામે જિલ્લા એલસીબીએ દરોડો પાડયો હતો. જેમાં બિયરના 216 નંગ ટીન સાથે સંદીપ પરમાર નામના શખ્સની ધરપકડ થઇ છે. જોકે, આ કેસમાં ભાજપનો સભ્ય ગોરધન પાટણવાડિયા વોન્ટેડ છે. અહીં નોંધનીય છેકે ભાજપના સભ્યએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, LCB ની ટીમને બાતમી મળી હતી કે, ભાયલી ગામમાં જીઈબી ગોડાઉનવાળા ફળિયામાં રહેતો સંદીપ પરમાર બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી છૂટક વેચાણ કરે છે. LCB પોલીસ ઈન્સ્પેક્ટર ડીબી વાળાએ જણાવ્યું કે,

પેટ્રોલિંગ દરમિયાન LCB ની ટીમે ત્યા રેડ કરી હતી. LCB એ સઘન પૂછપરછ કરતા તેણે ગોરધન પાટણવાડિયાનું નામ લીધું હતું. ગોરધન પાટણવાડિયા નામના શખ્સે મંગાવેલ બિયરના ટીમ તેના ઘરે સંતાડી રાખ્યા હોવાનું તેણે LCBને જણાવ્યું હતું. ત્યારે LCB એ તપાસ કરતા જાણવા મળ્યું કે, ગોરધન પાટણવાડિયા ભાયલી જિલ્લા પંચાયતનો સભ્ય છે અને ભાજપ સાથે જોડાયેલો છે. ત્યારે સંદીપ પરમારના ઘરમાંથી 9 નંગ બિયરની પેટી મળી આવી હતી. 23,760 રૂપિયાના કુલ 216 નંગ બિયરના ટીન તેની પાસેથી મળી આવ્યા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + ten =

Back to top button
Close