
મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલા માંજલપુર પોલીસ સ્ટેશનમાં મળસ્કે સાડા ચાર વાગે કોમ્પ્યુટર રૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડને બનાવની જાણ કરવામાં આવતા ઓફિસરો સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા. કોમ્પ્યુટર, મોનીટર, સીપીયુ, પંખો તથા અરજીને લગતા કાગળો, એમ.ઓ.બી રૂમના કાગળો બળીને ખાક થઇ ગયા હતા. કુલ પાંચ અલગ અલગ રૂમો જેમાં એમ.ઓ.બી કોમ્પ્યુટર વિભાગ પીઆઈની ચેમ્બર, પીઆઇ પર્સનલ રૂમ તથા અરજી વિભાગમાં આગ પ્રસરી ગઇ હતી.