રાષ્ટ્રીય

12 થી 17 વર્ષના બાળકો માટે વેક્સિન નું રજીસ્ટ્રેશન શરૂ..

12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોરોના વાયરસથી રક્ષણ આપતી રશિયન રસી સ્પુતનિક-5નું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઇઓ કિરિલ દિમિત્રીવે બુધવારના રોજ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્પુતનિક લાઇટ કોવિડ રસી ભારતમાં ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

રશિયન આરોગ્ય મંત્રાલય બુધવારથી 12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોરોના સામે રક્ષણ આપતી રશિયન રસી સ્પુતનિક-5નું રજિસ્ટ્રેશન શરૂ કરી રહ્યું છે.

બાળકોની રસી ડિસેમ્બરના અંત સુધીમાં ભારતમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. કંપનીએ ટ્વીટ કર્યું કે, બાળકો માટે સ્પુતનિક રસી રશિયા અને વૈશ્વિક બજારો બંનેમાંસ્પુતનિક પરિવારનું સ્વાગત સભ્ય હશે.

રશિયન નિર્મિત કોરોના વાયરસની રસી સ્પુતનિક-5 કોરોના વાયરસના તમામ સ્ટ્રેઇન સામે રક્ષણ આપવા માટે અસરકારકહોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્પુતનિક લાઇટની કિંમત 750 રૂપિયાની આસપાસ હશે..

સ્પુતનિક લાઇટની કિંમત 750 રૂપિયાની આસપાસ હશે

ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DGCA) એ ભારતીય વસ્તી પર ત્રીજા તબક્કાના ટ્રાયલ કરવા માટે સ્પુતનિક લાઇટને મંજૂરી આપી છે.

કોરોના પર વિષય નિષ્ણાતસમિતિ (SEC) એ સ્પુતનિક લાઇટને અજમાયશ માટે મંજૂરી આપવાની ભલામણ કરી હતી.

અહેવાલ જણાવે છે કે, સ્પુતનિક લાઇટ શરૂઆતમાં મર્યાદિત માત્રામાંઉપલબ્ધ થશે અને તેની કિંમત 750 રૂપિયાની આસપાસ હોવાની આશા છે.

ઇમરજન્સી ઉપયોગ માટે રશિયાની સિંગલ ડોઝ રસીની મંજૂરીની પણ ભલામણ કરી..

આ અગાઉ જુલાઈમાં SECએ ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે રશિયાની સિંગલ ડોઝ રસીની મંજૂરીની પણ ભલામણ કરી હતી, પરંતુ ભારતમાં ટ્રાયલના અભાવનેકારણે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને નકારી કાઢવામાં આવી હતી.

સમિતિએ કહ્યું કે, સ્પુતનિક લાઇટમાં પણ સ્પુતનિક-વી જેવા જ ઘટકો છે. તેથીભારતીય વસ્તી પર તેના સંરક્ષણ અને એન્ટિબોડીઝનો ડેટા પહેલેથી જ તૈયાર છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × three =

Back to top button
Close