આંતરરાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો: ઓકટોબર પહેલા કોરોનાની રસી આવી જશે

વોશિંગ્ટન તા. ૮ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વેકસીન ઓકટોબર પહેલા તૈયાર થઇ જશે. અમેરિકનોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે એક વેકસીનની સંભાવના વ્હાઇટ હાઉસમાં એક મુદ્દા સ્વરૂપે ગઇકાલે ઉઠી હતી. ટ્રમ્પે ચૂંટણી પહેલા વેકસીન ઉપલબ્ધ કરાવવાને રાજકીય લાભનો આરોપ મુકનારાની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, આવું કહી તેઓ અપમાન કરે છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, વિરોધીઓની વાતો દેશ માટે ખતરનાક છે પણ હું કહું છું કે રસી ઘણી સુરક્ષિત અને અસરકારક હશે. કોરોનાથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત છે અને અહીં ૬૨,૯૭,૦૨૧ કેસ સામે આવ્યા છે અને ૧,૮૯,૧૨૨ લોકોના મોત થયા છે.